Aapnu Gujarat
મનોરંજન

અર્જુન રામપાલ થયા કોરોના સંક્રમિત

કોરોનાવાયરસના ફેલાતા જતા સંક્રમણને લીધે અનેક બોલિવૂડ સ્ટાર્સ કોરોનાની ઝપટે આવી ગયા છે. ત્યારે શનિવારે લોકોની ખૂબ મદદ કરતા કોરોના સોનુ સુદ કોરોનાથી સંક્રમિત થયા અને આજે આવા જ બોલિવૂડના વધુ એક અભિનેતા એટલે કે અર્જુન રામપાલ પણ કોરોના સંક્રમિત થયા છે. આ ખબર ખુદ અર્જુન રામપાલે તેના સો.મીડિયા ઉપર આપી હતી.
અર્જુન રામપાલે પોસ્ટ શેર કરતા લખ્યું, મારો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે મને કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. પરંતુ હું હોમકોરોન્ટાઈન થઈને ઘરે જ જરૂરી સારવાર લઈ રહ્યો છું. હું તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. છેલ્લા દસ દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે પણ પોતાનો ટેસ્ટ કરાવી અને જરૂરી સાવધાની રાખે. આ અત્યંત કપરો સમય છે, પરંતુ થોડા સમય માટેની આપણી સાવધાની લાંબા સમયેનો લાભ આપી શકશે. એક સાથે આપણે કોરોના સામે લડવાનું છે અને લડીશું.

Related posts

પાંચ અભિનેત્રીઓ તેમની મોટી બહેનને જોઈને બની સ્ટાર

aapnugujarat

સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે

aapnugujarat

સંજય દત્ત પરની ફિલ્મ સંજુ ૨૯ જુને રજૂ કરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1