Aapnu Gujarat
ગુજરાત

કોરોના દર્દીનું ગંભીર બીમારીથી નિધન થાય તો તે કોરોનાથી નિધન થયું ન ગણાય : રૂપાણી

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂજમાં શનિવારે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકની અંદર કચ્છમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે કેવા પ્રયાસો કરવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. મીડિયાએ જ્યારે સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડા છુપાવીને ખોટા આંકડા જાહેર કરે છે તેવો સવાલ પૂછતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો કે, ૈંઝ્રસ્ઇએટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની માર્ગદર્શિકા અનુસાર કોરોનાની સારવાર દરમિયાન અત્યંત ગંભીર બીમારીના કારણે દર્દીનું મોત થાય તો તે કોરોનાથી નહીં પરંતુ બીમારીથી મોત થયું તેમ ગણાય કારણ કે, અત્યંત ગંભીર બીમારીના કારણે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી ગઈ હોય છે. એટલે મૃતકને બીજી કોઈ બીમારી ન હોય તો જ કોરોનાથી મોત થયું તેમ ગણાય.
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર ૧૫ માર્ચથી લઇને અત્યાર સુધીના એક મહિનાના સમયમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર માટે ૪૧ હજાર બેડ અવેલેબલ હતા પરંતુ હવે ૭૫ હજાર જેટલા બેડ કરવામાં આવ્યા છે અને છેલ્લા ૧૦થી ૧૫ દિવસના જ સમયની અંદર ૧૦,૦૦૦ બેડ વધારે ઉભા કરવામાં આવશે. અમદાવાદમાં જ ૧૪૦૦ જેટલા નવા બેડ બનશે અને આ ૧૪૦૦ બેડની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓને આપવામાં આવતી તમામ સારવારો ઉપલબ્ધ હશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના દર્દીઓ ઘટીને ૩૦૦ થઇ ગયા હતા પરંતુ હવે ફરી વધીને ૯ હજાર પર પહોંચ્યા છે એટલે આપણે કોરોનાની વ્યાપકતા સમજી શકીએ છીએ. રેમડેસિવીર લઇને તેમને જણાવ્યું હતું કે, ૧લી એપ્રિલથી ૧૫મી એપ્રિલ સુધી રાજ્યમાં ૩.૫૦ લાખ જેટલા રેમડેસિવીર લોકોને આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધતા હાલ રાજ્યમાં તમામ વસ્તુઓની કમી વર્તાઇ રહી છે. કરોનાના ગંભીર કેસમાં દર્દીને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય દર્દીઓને તેના ઘરે જ સારવાર આપવામાં આવશે અને જે વ્યક્તિ ઘરે સારવાર લેતા હશે તેમને પણ રેમડેસિવીર ઈન્જેક્શન આપવામાં આવશે.
કોરોના ટેસ્ટિંગ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ૧૫ માર્ચ પહેલા રાજ્યમાં ૫૦ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા પરંતુ હવે પ્રતિદિન ૧.૫૦ લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે અને આ જ કારણે પોઝિટિવ કેસની સંખ્યા વધી છે.

Related posts

વિકાસ આડે કોંગ્રેસનું રોડા નાંખવાનું કાવતરું : ભાજપ

aapnugujarat

સિવિલમાં મહિલા તબીબની આત્મહત્યા કેસમાં ચકાસણી

aapnugujarat

विपुल चौधरी को झटका, गुजरात हाईकोर्ट ने जमानत देने से किया इनकार

editor

Leave a Comment

UA-96247877-1