Aapnu Gujarat
મનોરંજન

બિગ બોસના ઘરમાં આવવા માટે રાધે મા લેશે દર અઠવાડિયે ૨૫ લાખ રૂપિયા

ભારતીય ટેલિવિઝનનો સૌથી વિવાદાસ્પદ અને ટીઆરપી મામલે ટોપમાં રહેતો રિયાલિટી શો બિગ બોસ ૧૪ની નવી સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. સલમાન ખાનના શોને લઇને ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ શો માટે ઘણાં મોટા સેલેબ્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં આધ્યાત્મિક ગુરુ રાધે માનું નામ પણ શામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો માટે રાધે મા સૌથી વધુ ફી વસુલનારી સ્પર્ધક બની છે.
એક વેબસાઇટના અહેવાલ અનુસાર, રાધે માં શોનો ભાગ બનવા માટે તગડી ફી લઈ રહી છે. રિપોર્ટ અનુસાર, તેમને દર અઠવાડિયે આશરે ૨૫ લાખ રૂપિયા આપવામાં આવશે. બિગ બોસ ૧૪ના નિર્માતાઓએ રાધે માની ફી અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પોતાના દેખાવ અને નિવેદનના કારણે સોશિયલ મિડિયા પર પ્રભુત્વ ધરાવતી રાધે માના દેશભરમાં મોટી સંખ્યામાં ભક્તો છે. હાલમાં જ શોના નવા પ્રોમો વીડિયોથી લોકોને વધારે રસ પડવા લાગ્યો છે. આ નવા પ્રોમો વિડિયોમાં અનેક વખત વિવાદોમાં ઘેરાયેલી આધ્યાત્મિક ગુરુ રાધે માં ‘બિગ બોસ ૧૪’ ના ઘરે પ્રવેશ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં રાધે મા લાલ ડ્રેસમાં સજીધજીને આવી રહી છે અને સાથે જ હાથમાં ત્રિશૂળ પણ રાખ્યું છે.આ વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે રાધે માની સાથે તેમના કેટલાક ભક્તો પણ જોવા મળી રહ્યા છે. એન્ટ્રીની સાથે બિગ બોસે પણ રાધે માને ઘરમાં આવકાર્યા છે. આ વિડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘આ શનિવારે બિગ બોસના મકાનમાં કોની કૃપા વરસશે? બિગ બોસ ૧૪ ગ્રાન્ડ પ્રીમિયર, ૩ ઓક્ટોબર શનિવારે રાત્રે ૯ વાગ્યે.

Related posts

सारा ने रिजेक्ट की टाइगर के संग बागी – ३

aapnugujarat

કંગના જે થાળીમાં ખાય છે તે થાળીમાં જ થૂંકે છે : આદિત્ય પંચોલી

editor

અમદાવાદમાં પણ નવથી વધુ મલ્ટિપ્લેક્સોમાં પદ્માવત રિલીઝ નહીં થાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1