Aapnu Gujarat
ગુજરાત

ગોધરામા આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક મળી

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

રાજ્યમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીથી પગ પેસારો કરી લીધો છે અને જનતા પાર્ટીને સ્વિકારી રહ્યા છે એ સુરતમાં કોર્પોરેશનના ચૂંટણી પરિણામો પરથી સાબિત થાય છે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક ગોધરા લાલબાગ ટેકરી રામજી મંદિરના હૉલમાં મળી હતી. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખનું ફુલહાર થી તથા ઉપસ્થિત તમામ કાર્યકરોનુ ફુલગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જિલ્લા પ્રમુખના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું.જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં મળેલી આ મિટિંગમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીની જિલ્લા સમિતિના હોદ્દેદારોની નિયુક્તિ જાહેર કરવામાં આવી હતી.મિટિંગ અનુરૂપ કાર્યકરો ને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, તમામ હોદ્દેદારોનીની નિયુક્તિ અભ્યાસ, અનુભવ, અભિપ્રાય, આર્થિક સ્થિતિ, આચરણ, ઇચ્છા, એરિયા વિગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. વધુમાં કાર્યકરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સ્થાનિક અને રાજ્યની રાજકીય સ્થિતિને જાણવાની જરૂર છે. અન્ય રાજકીય વ્યક્તિઓ અને પક્ષો દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને લોભ, લાલચ, દાબ દબાણ આપવાના હલકાં કૃત્યો કરવામાં આવી શકે છે ત્યારે સૌ કાર્યકરોએ આવા કૃત્યોની સામે સંઘર્ષ કરવો પડશે. લોકો સ્થાનિક સમસ્યાઓથી હેરાન છે તેઓ બદલાવ ઇચ્છે છે પરંતુ કોઈ સારો મજબૂત વિકલ્પ નથી. આપણે જનતા માટે મજબૂત વિકલ્પ બનવાનું છે એ માટે સૌએ લોકો વચ્ચે જવાનું છે, તેઓની સમસ્યાઓ જાણવાની છે અને તેના ઉકેલ માટે રજૂઆત કરવાની છે. ફક્ત રજૂઆત કરીશું તો પણ લોકોના દિલ જીતીશું. એમ કહી હોદ્દેદારોને રાજકીય જાહેર જીવનમાં વાણી, વર્તન, વ્યવહાર અને વિવેકના ગુણો કાયમ રાખવા જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં હવે દરેક શહેર અને તાલુકાઓમાં સંગઠનની રચના કરવામાં આવી રહી છે. સમયસર આ કામગીરી પુરી કરવામાં આવશે જેથી દરેક કાર્યકરોને પોતાના વિસ્તારમાં કામગીરી કરવાનો સમય મળી રહે.જિલ્લા સંગઠનમાં વિવિધ પ્રકારના છત્રીસ જેટલા હોદ્દેદારોની વરણી જાહેર કરવામાં આવી જેમાં જિલ્લા ઉપ પ્રમુખ, મહામંત્રી, સહમંત્રી, સંગઠન મંત્રી, સહ સંગઠન મંત્રી, ખજાનચી તેમજ જિલ્લા મહિલા સેલ પ્રમુખ, કિસાન સેલ પ્રમુખ, ઓબીસી સેલ પ્રમુખ, એસટી સેલ પ્રમુખ, એસસી સેલ પ્રમુખ, યુવા પ્રમુખ, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પ્રમુખ, તથા તમામ સમિતિઓના ઉપ પ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી ઓની નિમણુક કરવામાં આવી હતી. તેમજ જિલ્લા લીગલ સેલ પ્રમુખ, શિક્ષણ સેલ પ્રમુખ, ડૉકટર સેલ પ્રમુખ,RTI સેલ પ્રમુખ, પર્યાવરણ સેલ પ્રમુખ, શ્રમિક વિકાસ સંગઠન પ્રમુખ, સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ અને મીડિયા કોર્ડીનેટર એમ વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી.આજ પ્રકારનું સંગઠન દરેક શહેર અને તાલુકાઓમાં કરવામાં આવશે એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.

Related posts

મ્યુનિસિપલ મિલ્કતવેરા વિભાગનું વધુ એક કૌભાંડ : કરદાતાઓને ખાલી મિલ્કત મામલામાં ૬૭ ટકા જ લાભ

aapnugujarat

કોરોના મહામારી લોકો ભગવાનના ભરોસે છે, અમને પરિણામ જાેઈએ : હાઈકોર્ટ

editor

म्युनि. में कौभांडी कोन्ट्राक्टरों को कोन्ट्राक्ट देने पर भारी विवाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1