Aapnu Gujarat
બ્લોગ

વિશ્વમાં ૬ કરોડ મજૂરોની છીનવાઈ રોજીરોટી

સમગ્ર વિશ્વ કોરોનાની બે લહેર જાેઈ ચુક્યુ છે. કેટલાય લોકોએ પરિવારજનો ગુમાવ્યા છે. ત્યારે કોરોના મહામારીની અસર માત્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર જ નહીં લોકોની રોજગારી પર પણ પડી છે. ખાસ કરીને રોજનું પેટિયુ રળીને કમાતા લોકોની સંખ્યા વિશ્વભરમાં વધી છે.કોરોનાના કારણે બેરોજગાર બનેલા કામદારોને લઈને આંતરરાષ્ટ્રી શ્રમ સંગઠને કરેલા સર્વેમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
વિશ્વભરમાં સાત કરોડ ૫૬ લાખ અને દેશમાં ૪૭ લાખથી વધુ ઘરેલુ કામકાજ સાઓથે સંકળાયેલા લોકો છે. તેઓ પર કોરોનાકાળમાં બેરોજગારીની વ્યાપક અસર થઈ છે.દુનિયામાં કુલ ૭ કરોડ ૫૬ લાખ ઘરેલુ કામકાજ સાથે સંકળાયેલી લોકો કુલ રોજગારીના ૪.૫ ટકા હિસ્સો છેપઅને વિશ્વમાં આવા છ કરોડ કામદારોને કોરોના મહામારીની અસર થઇ છે અને તેમની રોજગારી પણ છીનવાઇ ગઇ છે.
દુનિયામાં હાલ પણ ૩૬ ટકા કામદારો એવા છે કે તેઓેને શ્રમ કાયદાનો લાભ કે સુરક્ષા પણ મળતી નથી.કોરોના સંકટે સાબિત કરી દીધુ છે કે, ઘરેલુ કામને ઔપચારિક રૂપ દેવાની તાત્કાલીક જરૂર છે. જેથી તેમને શ્રમ અને સામાજિક સુરક્ષા કાયદા અંતર્ગત સુરક્ષા મળી શકે.ભારતમાં કુલ ઘરેલુ કામદારો કે મજૂરોની સંખ્યા ૪૭ લાખથી વધુ છે. જેમાં સૌથી વધુ ૨૮.૭૦ લાખ મહિલાઓ છે જ્યારે પુરૂષોની સંખ્યા ૧૯ લાખ જેટલી છે. જે કુલ નોકરીઓના ૧.૩ ટકા છે. ભારતમાં ૮૫ ટકા ઘરેલુ મજૂર મહિલાઓ ઘરની સાફ સફાઇ જેવા કામ કરે છે. જ્યારે ૧.૭ ટકા મહિલાઓ રસોઇ કે સિક્યોરિટી ગાર્ડના કામકાજ સાથે સંકળાયેલી છે.દુનિયાભરમાં સૌથી વધુ ૫ કરોડ ૭૭ લાખ મહિલાઓ ઘરેલુ કામકાજ સાથે જાેડાયેલી છે. ખાસ કરીને એશિયા, પેસિફિક અને અરબ દેશોમાં સ્થિતિ વધુ વિકટ છે. જ્યારે જે દેશોમાં ઘરેલુ કામદારો માટે શ્રમ અને સામાજિક કાયદાની સુરક્ષા છે ત્યાં પણ તેના અમલને લઇને અનેક પડકારો છે.

Related posts

EVENING TWEET

aapnugujarat

આઠવલેએ ભાજપ પર દબાણ ઉભુ કરવા માટે ૧૫ લાખ રૂપિયાની વાત કરી..!!?

aapnugujarat

શ્રી કૃષ્ણ – એક અવતારી પુરૂષ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1