Aapnu Gujarat
Uncategorized

તમારા સ્માર્ટફોનમાં આ ૮ ખતરનાક એપ્સ હોય તો તુરંત ડિલિટ કરો

જાેકર માલવેર એ ફરીથી એન્ટ્રી મારી છે. તાજેતરમાં જ ક્વિક હીલ સિક્યોરિટી લેબના સંશોધકોએ ગુગલ પ્લેસ્ટોરમાંથી આ ૮ એપ્સને શોધી કાઢી છે જેમાં આ માલવેર મળી આવ્યા છે.
સંશોધકોએ કહ્યું છે કે જાે તમારા મોબાઇલમાં આ આઠ એપ્સ હોય તો તમારે પણ એને તાત્કાલિક અસરથી દૂર કરવી જાેઈએ. જાેકર ખૂબ જ ખતરનાક માલવેર પૈકીનો એક છે. એ સતત એન્ડ્રોઇડ ડિવાઇસન ટાર્ગેટ કરે છે. થોડા મહિના બાદ ફરીથી તે ગુગલ પ્લેસ્ટોરમાં સ્થાન બનાવી લે છએ.સંશોધકો મુજબ જાેકર માલવેર યૂઝરના ડેટાની ચોરી કરે છે. જેમાં એસએમએસ, કોન્ટેક્ટ લિસ્ટ, ડિવાઇસ ડિટેલ્સ, ઓટીપી વગેરે જેવી જાણકારીઓ સમાવિષ્ટ હોય છે. જાેકે, ગુગલ દ્વારા પ્લેસ્ટોર પરથી આ એપ્સને ડિલિટ કરી દેવામાં આવી છે. પરંતુ જાે કોઈ યુઝરે ડાઉનલોડ કરી હોય તો એને ડિલિટ કરી શકાય છે.
આ એપ્સના નામ નીચે મુજબ છે.
ઓક્સીલરી મેસેજ, ફાસ્ટ મેજિક એસએમએસ, ફ્રી કેમ સ્કેનર, સુપર મેસેજ, એલિમેન્ટ સ્કેનર, ગો મેસેજીસ, ટ્રાવેલ વોલપેપર્સ, સુપર એસએમએસ
એડ્રોઇડ યુઝર્સ આ એપ્સને પ્લે સ્ટોર પર જઈને અન ઇનસ્ટોલ કરી શકે છે. આવું કરવાથી અન્ય એપ્સની જેમ આ એપ્સ તમારા ફોનમાંથી ગાયબ થઈ જશે. અથતા હોમ સ્ક્રિન પર એપ પર લોંગ પ્રેસ કરવાથી તેને ડિલિટ અને ડ્રેગ કરવાનો ઓપ્શન મળે છે ત્યાંથી પણ આ એપને ડિલિટ કરી શકાય છે.
જાેકર માલવેર એન્ડ્રોઇડ સિક્યુરિટી થીમ માટે સતત ખતરો બની રહે છે. ગુગલના પ્રયાસો છતાંય માલવેર નિયમિત અંતરાળમાં પ્લે સ્ટોર પર અલગ-અલગ એપ પર પૉપ-અપ કરી રહી છે. આ પહેલા આ વર્ષ ૨૦૨૦માં સાઇબર સિક્યુરિટી ફર્મ પ્રાડીઓએ ૬ પ્રભાવિત એપ્સને પ્લે સ્ટોરથી હટાવી હતી, જેને લગભગ ૨,૦૦,૦૦૦ વાર ડાઉનલોડ કરવામાં આવી છે.

Related posts

રાજકોટ સિવિલહોસ્પિટલમાં મહિલાની છેડતી કરનાર યુવકની ધોલાઇ

aapnugujarat

रोहित शर्मा ने इंटरनेशनल करियर में पूरे किए 14000 रन

aapnugujarat

देश का विदेशी मुद्रा भंडार 64.9 करोड़ डॉलर घटकर 428.96 अरब डॉलर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1