Aapnu Gujarat
બ્લોગ

શ્રી કૃષ્ણ – એક અવતારી પુરૂષ

મોરલીના નાદે ઘેલું લગાડનાર શ્રી કૃષ્ણ સંકટ સમયે સુદર્શન ધારી બને છે. યુધ્ધ અટકાવવા વિષ્ટીકાર બન્યા તો યુધ્ધ સમયે ’’યુધ્ધ જ હવે એક માર્ગ’’ તેવું કહેતા શ્રી કૃષ્ણ. ચૌદ ભુવનના રાજા એવા શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથી પણ બન્યા. ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટય શ્રાવણ વદ આઠમના શુભ દિને થયું. શ્રી કૃષ્ણના પૃથ્વી પરના અવતરણો બાબતે અનેક મત-મતાંતરો પ્રવર્તમાન છે. શ્રુતિ કહે છે કે ઇશ્વરને એકમાંથી અનેક થઇ સૃષ્ટિ સર્જનની ઇચ્છા થઇ તે જ કારણભૂત છે. દાર્શનિકોને મતે ઋષિ- મુનિઓએ આપેલ શ્રાપને કારણે સગુણ રૃપે અવતરણ થયું. જ્યારે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું કે પ્રકૃતિને આધીન એવી માયાશક્તિ તેમના પ્રાગટય માટે કારણભૂત છે. શ્રી કૃષ્ણભગવાનને આપણે યુગપુરૃષ માનીયે છીએ કારણ કે ગીતામાં તેમણે કહ્યું કે ’’સંભવાની યુગે યુગે’’ શ્રી કૃષ્ણ ભગવાનના મુખ્ય દશ અવતારો યુગે યુગે થયા છે. જે મત્સ્ય, વારાહ, કુર્મ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રી રામ, શ્રીકૃષ્ણ, શ્રી બુધ્ધ અને શ્રી કલ્કી અવતારો કહેવાય છે. જોકે આપણાં ધાર્મિક ગ્રંથ ભાગવતમાં શ્રી કૃષ્ણનાં બાવીશ અવતારોનો ઉલ્લેખ જોવા મળે છે. યુગપુરૃષ શ્રી કૃષ્ણના અવતરણ સમયે ભારત વર્ષમાં અધર્મ, અરાજકતા અને હિંસાથી પ્રજા અને ભક્તો પીડિત હતા. રાજાઓમાં હુંસાતુંસી, છળ-કપટ હતા. આથી જ રાજાઓ આંતરીક યુધ્ધોમાં લીપ્ત હતા. ધર્મનો સંહાર થઇ રહ્યો હતો. ત્રસ્ત જનતાને કોઇ આરો આવારો દેખાતો ન હતો. ભક્તોની રક્ષા કરવા અને થઇ રહેલા દમનનું શમન કરનાર કોઇ હતું નહી. આવા કપરા સમયે કુશાશનને દાબી સુશાશન પ્રસ્થાપિત કરવાના એક માત્ર ઉદ્દેષ્યથી શ્રી કૃષ્ણએ પૃથ્વી પર અવતાર લીધો હતો. સમગ્ર ભારતવર્ષને અખંડિત અને એકતાના સૂત્રમાં બાંધવા અને તે દ્વારા સુરાજ્યની સ્થાપના કરવાના એકમાત્ર આશયથી પ્રાગટય થયું અને તે દ્વારા તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું. ભારતવર્ષમાં શાન્તિની સ્થાપના માટે, ધર્મની સ્થાપના માટે, શ્રીકૃષ્ણ ભગવાને ખુબ જ સંઘર્ષ, જીવનપર્યન્ત કર્યો. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું તો શું કહેવું ? તેમની લીલાઓ તો અપરંપાર છે ! શ્રીમદ ભાગવતમાં સાચ્ચે જ કહેવાયું છે કે તેઓની બાળપણની અને બીજી અનેક લીલાઓને લીધે દેવોમાં ’’સર્વશ્રેષ્ઠ’’ એટલે જ કહેવાયા. અરે તેમની લીલાઓ તો જૂઓ…જમુનાના જળમાં કાળીનાગને નાથ્યો, માતા યશોદાજીને પોતાના મુખમાં પોતાનાં જ દર્શન કરાવ્યા. માખણની ચોરી કરીને થાંભલામાં બંધાયા અને બંધન મુક્ત થયા. મામા કંસનો સંહાર નાની ઉંમરમાં કર્યો આ બધુ ’’માયાવી’’ શક્તિઓ ધ્વારા થયું. આ જ માયાવી શક્તિઓને વધુ પરિચયના પ્રમાણો પણ આ રહ્યા. યુધ્ધ ભૂમિમાં શોકમગ્ન અર્જૂનને પોતાનું વામનમાંથી વિરાટ સ્વરૃપ બતાવ્યું. આવી જ કંઇ વાત શ્રી નારદ મુનીએ કહેલ. દ્વારકા નગરીમાં મોટા મહેલમાં શ્રી નારદ મુનીએ શ્રીકૃષ્ણને અલગ-અલગ ઓરડામાં અલગ અલગ સ્વરૃપોમાં જોયા હતા. આવા બહુરૃપિયા કૃષ્ણ કોઇ ખંડમાં રાજનીતિની ચર્ચાઓમાં, કોઇ ખંડમાં પૌત્રો સાથે બાળસહજ ગોષ્ટીઓમાં, કોઇ ખંડમાં ચોપાટ રમતાં અને રામ અવતારે અયોધ્યામાં જુદા જુદા સ્વરૃપમાં દર્શન આપેલ. સમુદ્ર મંથન વખતે ગરૃડ સ્વરૃપે વિષ્ણુ, કુર્મ, ધનવંતરી અને મોહિની સ્વરૃપે પ્રગટ થયેલા. મહાભારત કાળમાં ચિરંજીવ બની નારદ, પરશુરામ, વ્યાસ, બલિ, હનુમાન, અશ્વસ્થામા, વિભીષણ રૃપે અમર થયા. માયાવી એવા શ્રી કૃષ્ણ ભગવાનનાં જીવનમાં તેનાં વ્યક્તિત્વમાં પણ કેટલો વિરોધાભાસ ? મથુરા- વૃંદાવનમાં મસ્તખોર શ્રી કૃષ્ણ નટખટી ભાસે તો વળી મહાભારતના યુધ્ધ વખતે ધીર ગંભિર લાગે. મોરલીના નાદે ઘેલું લગાડનાર શ્રી કૃષ્ણ સંકટ સમયે સુદર્શન ધારી બને છે. યુધ્ધ અટકાવવા વિષ્ટીકાર બન્યા તો યુધ્ધ સમયે ’’યુધ્ધ જ હવે એક માર્ગ’’ તેવું કહેતા શ્રી કૃષ્ણ. ચૌદ ભુવનના રાજા એવા શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથી પણ બન્યા. ગાયોના ગોવાળ એવા શ્રીકૃષ્ણએ યુધ્ધ સમયે પંચજન્ય શંખનો નાદ જગાવ્યો. ગોપીઓનાં ચીરહરણ કરતાં શ્રી કૃષ્ણએ સંકટ સમયે ભરી સભામાં દ્રૌપદીનું થતું ચીરહરણ અટકાવીને શીલનું રક્ષણ કર્યું. રાજાઓથી પીડિત રાણીઓને દ્વારકાના રાણીવાસમાં સંરક્ષણ સાથે સાથે ગૌરવની રક્ષા કરી. રાજાઓનો મદ હણ્યો. મહાભારત યુધ્ધ પછી કૌરવોનો નાશ કરીને, યુધ્ધ જીતીને પણ કૌરવોની ક્રોધિત માતા કુંતીને મળવા, તેણીની માફી માગવા જાય છે. કુંતી માતાનો શ્રાપ પણ સ્વીકારે છે. આને કેવી ક્ષમા, કેવી અનુકંપા ? આવું તો ફક્ત શ્રીકૃષ્ણ જ કરી શકે. કુંતી માતાના શ્રાપને હિસાબે સોનાની દ્વારકા જળમાં ગરકાવ થઇ અને યાદવાસ્થળીથી યાદવકૂળનો નાશ થયો, પોતાનો નાશ કરનાર પારધિને પણ શ્રીકૃષ્ણ ભગવાને ક્ષમા આપી તે ક્ષમાની પરાકાષ્ઠા જ કહેવાય ને ? ભક્તો શ્રી કૃષ્ણની પૂજા કરે છે. શ્રી કૃષ્ણની પૂજા કરવા કરતાં તેમને ’’પામવુ’’ ઘણું જ કઠીન છે. મનુષ્ય જીવનમાં દંભ, પાખંડ, કપટ અને સ્વાર્થી મનોવૃત્તિનો ત્યાગ કર્યા વગર શ્રી કૃષ્ણને કેમ પમાય ? આવો, આજે આપણે આપણને જ પ્રશ્નો પુછીયે. શું આપણી ભક્તિમાં નરસિંહ, મીરાબાઇ કે વિઠોબા જેવી નિસ્વાર્થ ભક્તિનો ભાવ છે ? સુદામાં જેવો દાસત્વનો ભાવ છે ? અર્જૂન જેવું પવિત્ર હૃદય છે ? તો પછી ઇશ્વરને પામવા તમે જે યોગ, તપ, તિરથ દાન જે કંઇ કરો છો તે વ્યર્થ જ છે.

Related posts

સમજવા જેવી વાત…

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

ईद पर मिठाईयां: क्या पाकिस्तान से दुश्मनी सिर्फ चुनाव तक ही थी..?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1