Aapnu Gujarat
Uncategorized

હવેથી દેશભરમાં તમામ વ્હીકલો માટે બનશે એક સમાન પીયુસી સર્ટિફિકેટ

વન નેશન, વન રાશન કાર્ડ અંતર્ગત હવે તમારા વ્હીકલનું પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ પણ દેશભરમાં એક જેવું જ હશે. નવી વ્યવસ્થા અંતર્ગત તેની અનેક વિશેષતાઓ પણ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ દેશભરમાં તમામ વ્હીકલોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માટે એક સમાન ફોર્મેટ બનાવવા માટેની સૂચના રજૂ કરી છે. પીયુસી ડેટાબેસને નેશનલ રજિસ્ટર સિસ્ટમ સાથે જાેડવામાં આવશે જેથી તમારા વ્હીકલની માહિતીની સાથે સાથે પોલ્યુશન કંટ્રોલનો પણ સરકાર પાસે રેકોર્ડ રહે.કેન્દ્રીય મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમ ૧૯૮૯ માં ફેરફાર બાદ પીયુસી ફોર્મ પર ક્યૂઆર કોડ છપાયેલો હશે, જેમાં વ્હીકલ, માલિક અને જે-તે સમયની વિગતો દાખલ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રાલયએ કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમ ૧૯૮૯ અંતર્ગત દેશભરમાં જારી કરવામાં આવેલા પીયુસી સર્ટિફિકેટના સામાન્ય ફોર્મેટ માટે ૧૪ જૂન, ૨૦૨૧ ના રોજ સૂચના આપવામાં આવી છે.સરકારના જાહેરનામા મુજબ દેશભરમાં એકસમાન પીયુસી ફોર્મેટ રજૂ કરવામાં આવશે. આ અંગેની માહિતી ગુપ્ત રહેશે. એટલે કે, વાહન માલિકનો મોબાઇલ નંબર, નામ અને સરનામું, એન્જિન નંબર અને વાહનનો ચેસીસ નંબર વગેરે ગુપ્ત રહેશે. ફક્ત છેલ્લાં ચાર અંકો જ દેખાશે. ક્યૂઆર કોડ ફોર્મ પર છાપવામાં આવશે. તેમાં પીયુસી સેન્ટર વિશે સંપૂર્ણ માહિતી હશે.આ સાથે જ જાે વાહન ઉત્સર્જનના ધોરણોને પૂર્ણ કરતું નથી, તો તેને પ્રથમ વખત રિજેક્શન સ્લિપ આપવામાં આવશે. આ સ્લિપનો ઉપયોગ વાહનને સર્વિસ કરવા અથવા અન્ય કોઈ પણ કેન્દ્ર પર ચેક કરવા માટે કરી શકાય છે. બની શકે કે તે પ્રદૂષણ પરીક્ષણ કેન્દ્રનાં ઉપકરણો યોગ્ય રીતે કામ કરી રહ્યાં ન હોય. આવી સ્થિતિમાં, તમે રિજેક્શન સ્લિપના આધારે બીજા કેન્દ્ર પર પણ તેની તપાસ કરી શકશો.પીયુસી માટે વાહન માલિકનો મોબાઇલ નંબર ફરજિયાત કરવામાં આવ્યો છે, જેના પર ચકાસણી અને ફી માટે એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે. જાે સક્ષમ ઓથોરિટીને એવું માનવાનું કારણ છે કે, કોઇ મોટર વાહન પ્રદૂષણ નિયંત્રણના ધોરણોનું પાલન નથી કરી રહ્યું તો તે વાહનના ડ્રાઇવર અથવા પ્રભારીને પ્રદૂષણ કેન્દ્ર પર તપાસ માટે સૂચિત કરી શકાય છે. જાે અધિકારીઓ ઇચ્છે તો તેઓ લેખિતમાં અથવા મોબાઇલ-ઇમેઇલ વગેરે દ્વારા પણ ઇલેક્ટ્રોનિક રૂપે માહિતી આપી શકે છે.જાે વાહનચાલક પોલ્યુશન તપાસ માટે વ્હીકલ હાજર નથી કરતો અથવા તો પછી તેના વ્હીકલ પોલ્યુશન કંટ્રોલના ધોરણો પર ઉણું નહીં ઉતરે તો તેની પર કડક કાર્યવાહી થશે. તેની ઉપર દંડ પણ ચાર્જ કરી શકાય છે.કાર્યવાહીના રૂપમાં નિયમો અનુસાર, પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ પ્રસ્તુત કરવાથી લઇને વ્હીકલનું રજિસ્ટ્રેશન અથવા પરમિટ પણ રદ કરી શકાય. આ નિયમ લાગુ કરાવવાથી આઇટી સક્ષમ થશે અને પ્રદૂષણ ફેલાવતા વ્હીકલો પર પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ થશે.

Related posts

ધ્રાગધ્રા હાઇવે પર પથ્થર ભરેલા ટ્રકની અડફેટે બાઇક સવાર નવદંપતિનુ મોત

editor

મિશન મંગલમ યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓને રૂા.૩૮.૮૪ લાખના ચેકનુ વિતરણ

aapnugujarat

ધોરાજીમાં તહેવારોને લઈને એકસ્ટ્રા બસ શરૂ કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1