Aapnu Gujarat
બિઝનેસ

બ્લેક ફંગસ પણ બધી આરોગ્ય વીમા પોલિસીમાં કવર થશે

કોરોના મહામારીએ લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત કરી દીધા છે. આની સાથોસાથ મહામારી દરમિયાન આરોગ્ય વીમા પોલિસીનું મહત્વ પણ વધી ગયું છે. કોરોના સંક્રમણ લાગ્યા બાદ સારવારનું બિલ લાખો રૂપિયામાં આવતું હોય છે. અલબત આરોગ્ય વીમા પોલિસી હોય તેવા કિસ્સામાં સારવારનો ખર્ચ વીમા કંપની ચૂકવે છે.આ દરમિયાન વધુ કેટલીક સમસ્યાઓ પણ સામે આવી રહી છે. કોરોના સંક્રમણની સારવાર બાદ પણ કેટલાક દર્દીઓ મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક અથવા વાઇટ ફંગસનો ભોગ બની રહ્યા છે.
વીમા કંપનીઓ આ બીમારીની સારવારનો ખર્ચ પણ આરોગ્ય વીમા પોલિસી હેઠળ આપશે. વીમા કંપનીઓએ સ્વીકાર્યું છે કે, મ્યુકરમાઇકોસિસની સારવાર આરોગ્ય વીમા પોલિસીના કવચનો ભાગ છે અને દર્દીઓ તેનો દાવો કરી શકે છે.સંજીવ બજાજ (બજાજ કેપિટલના જાેઈન્ટ ચેરમેન અને એમડી) કહે છે કે, મ્યુકરમાઇકોસિસ ગંભીર અને દુર્લભ ફંગલ ચેપ છે. તે સામાન્ય રીતે બ્લેક ફંગસ તરીકે ઓળખાય છે. હવે સફેદ, પીળો અને લીલા ફંગસના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જેને તમામ આરોગ્ય વીમા પોલિસી હેઠળ આવરી લેવામાં આવી છે. આ રોગોની સારવાર સાથે સંબંધિત ક્લેમનું સમયાંતરે આઇસીએમઆર, એઈમ્સ અને આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ સમાધાન કરી શકાય છે.દરેક આરોગ્ય વીમા પોલિસી કેટલાક કાયમી એક્સકલુજન (કવર ન થઈ હોય તેવી બીમારી) હોય છે. તેમાં અમુક રોગોના વીમા કવચ પહેલાં વેઇટિંગ પિરિયડની જાેગવાઈ હોય છે. વીમા કંપનીઓ સામાન્ય રીતે ૪૮ મહિના પછી પહેલાથી રહેલ રોગોને કવર કરે છે.બ્લેક ફંગસના કિસ્સામાં આરોગ્ય વીમા પોલિસીના દસ્તાવેજમાં કાયમી એક્સ્ક્લુઝન અથવા વેઇટિંગ પિરિયડનો ઉલ્લેખ નથી. પરિણામે તેની સારવારનો ખર્ચ પણ વીમા કંપની ઉઠાવશે.
કાળી, સફેદ, પીળી અને લીલી ફંગસને સરકારે મહામારીની યાદીમાં મૂકી છે. જેનો સરળ મતલબ એ છે કે, કોરોનાની જેમ આ બધી બીમારી વીમા કંપનીઓની તમામ આરોગ્ય વીમા પોલિસી હેઠળ કવર છે.કેટલીક વીમા કંપનીઓ બ્લેક ફંગસની સામાન્ય સારવારને જ કવર કરે છે. સર્જરી માટે બે વર્ષનું વેઇટિંગ પીરિયડ હોય તેવું શક્ય બને. પરિણામે મુશ્કેલ સ્થિતિ ઉભી થઇ શકે છે. પરંતુ વીમા કંપનીઓ આવી સ્થિતિ ઊભી થવા દેશે નહીં તેવી આશા છે.કોવિડ સંક્રમણ લાગ્યાના કિસ્સામાં હોસ્પિટલનો ખર્ચ માટે કવર કરવા કોરોના કવચ જેવી કેટલીક વિશેષ આરોગ્ય વીમા યોજનાઓ પણ ઉપલબ્ધ છે. આવી પોલિસી ઘરે થયેલી કોરોના સારવારનો ખર્ચ પણ આવરી લે છે. જાે કોઈ પરિવાર પાસે ૨૦ લાખ રૂપિયાથી ઓછું હેલ્થ કવર હોય તો આ તેમના માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.જાે તમે અત્યાર સુધી આરોગ્ય વીમા પોલિસી લીધી નથી અને કોરોના અથવા બ્લેક ફંગસ જેવી બીમારીઓની સારવારના ખર્ચને કવર કરવા હવે આવી પોલિસી લેવા માંગતા હોય, તો તમારે ૩૦ દિવસ વેઇટિંગ પિરિયડ ધ્યાનમાં રાખવો પડશે.

Related posts

માર્ચમાં GSTની ૧.૨૩ લાખ કરોડની કમાણી

editor

Sensex down by 560 points to close at 38,337; Nifty below by 11,450

aapnugujarat

અદાણી કેસમાં સેબીની તપાસ પૂરી નથી થઈઃ તપાસ માટે SC 3 મહિનાનું એક્સ્ટેન્શન આપી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1