Aapnu Gujarat
શિક્ષણ

રાજ્યમાં ૭૦ ટકા પાઠ્‌યપુસ્તકોનું વિતરણ પૂર્ણ

ગુજરાતમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. એવામાં અનેક જિલ્લાઓમાં પાઠ્‌યપુસ્તકોની અછત હોવાનું સામે આવ્યું છે.આ બાબતે પાઠ્‌યપુસ્તક મંડળના નાયબ નિયામક કમલેશ પરમાર એ જણાવ્યું હતું કે ૭૦% પુસ્તકોનું કામકાજ પૂર્ણ થઇ ચૂક્યું છે, માત્ર ૩૦ ટકા પુસ્તક છાપની કામમાં છે.
રાજ્યની સરકાર શાળાઓમાં પુસ્તકો આપવામાં આવ્યાપાઠ્‌યપુસ્તક મંડળના નાયબ નિયામક કમલેશ પરમારએ વધુમાં જણાવ્યું હતું કે ધોરણ ૧ થી ૮ના પાઠ્‌યપુસ્તકોનું ૭૦ ટકા કામ પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યની શાળાઓમાં વિનામૂલ્યે પાઠ્‌યપુસ્તકનો વિતરણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાળાઓમાં વિતરણ વ્યવસ્થા ૭૦ ટકા પૂર્ણ પણ થઇ ગઇ છે. ધોરણ ૯ થી ૧૨ના સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા બ્રિજ કોર્ષ યોજના હેઠળના પાછળ પુસ્તકોનું વિતરણ પ્રક્રિયા હાલ ચાલુ છે અને એમાં પણ એક કરોડથી વધુ પુસ્તકો રાજ્યની બધી શાળાઓમાં મોકલવામાં આવ્યા છે.
પરમારે વધુમાં જણાવ્યું હતું કે મૂળભૂત રીતે પાઠ્‌યપુસ્તકોમાં દર વર્ષે કેટલાક સુધારા હોય છે અને સુધારા સાથે નવા પાઠ્‌યપુસ્તકો પ્રસિદ્ધ થતા હોય છે. આ વર્ષે ધોરણ ૧૨ની કોમ્પ્યુટર અને ધોરણ ૧૦ ના સામાજિક વિજ્ઞાનના અમુક પ્રકરણમાં સુધારો વધારો થવાના કારણે આ નવા પુસ્તકો અત્યારે છાપકામમાં છે. સરકારે છેલ્લા એક માસમાં જુલાઈ અને ઓગસ્ટમાં જે બાળકો અભ્યાસ નથી કરી શક્યા તે માટે બ્રીજ કોષના પુસ્તકોનો વિતરણની અને છાપકામની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં ૧.૧૭ કરોડ જેટલા પાઠ્‌યપુસ્તકોનો વિતરણ આખરી તબક્કામાં છે.

Related posts

शाला प्रवेशोत्सव रूपाणी सरकार ने रद्द कर दिया गया

aapnugujarat

૨૩ જુને મળનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા તોફાની બને તેવી સંભાવના

aapnugujarat

ગુજરાત સરકારે ટેટ-૧ અને ૨ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1