Aapnu Gujarat
રમતગમત

WTCમાં ભારત વિજયી બનશે : ટિમ પેન

દુનિયાની ટોચની બે ટેસ્ટ ટીમો ૧૮ જૂનથી સાઉથેમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ રમશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આ મહામુકાબલા માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન ટિમ પેને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત વિજયી બનશે.
પેને બ્રિસબેનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મારું અનુમાન છે કે ભારત સરળતાથી જીતી જશે. શરત છે કે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. નોંધનીય છે કે, પેને ન્યૂઝીલેન્ડ અને ભારત બન્ને વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી છે. તેણે ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડને ૩-૦થી હરાવી હતી, જ્યારે ૨૦૨૦માં ભારત સામે ૧-૨થી પરાજયનો સામનો કર્યો હતો. ન્યૂઝીલેન્ડે ફાઇનલ પહેલાં ઇંગ્લેન્ડને ટેસ્ટ સીરિઝમાં ૧-૦થી હરાવી છે, પરંતુ પેનનું કહેવું છે કે, મુખ્ય ખેલાડીઓ વગર ઉતરેલી ઇંગ્લેન્ડ ટીમ સામે મળેલી જીત મહત્વ રાખતી નથી.
ઇંગ્લેન્ડની ટીમમાં બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, મોઇન અલી, જાેસ બટલર, જાેફ્રા આર્ચર અને વિકેટકીપર બેન ફોક્સ નહોતાં. પેને કહ્યું કે, ન્યૂઝીલેન્ડની ટીમ સારી છે, પરંતુ ઇંગ્લેન્ડની આ સર્વશ્રેષ્ઠ ટીમ નહોતી. એશિઝમાં અમને તેમની સર્વશ્રેષ્ઠ ટીમ જાેવા મળશે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ ઐતિહાસિક ફાઇનલ મેચમાં જે ટીમ વિજેતા બનશે, તેને ૧.૬ મિલિયન ડોલર (લગભગ ૧૧.૭૧ કરોડ રૂપિયા)ની રકમ અપાશે અને સાથે જ ઉપવિજેતા ટીમને આઠ લાખ ડોલર (લગભગ ૫.૮ કરોડ રૂપિયા) મળશે. ક્રિકેટ પ્રશંસકો આ મેચની આતુરતાથી રાહ જાેઇ રહ્યાં છે.

Related posts

एआईएफएफ ने छेत्री को साल का सर्वश्रेष्ठ खिलाड़ी चुना

aapnugujarat

फाफ डु प्लेसिस ने की गांगुली के ‘बिग थ्री’ मॉडल की आलोचना

aapnugujarat

द. अफ्रीका ने इंग्लैंड को एक रन से हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1