Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાત સરકારે ટેટ-૧ અને ૨ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ટેટ-૧ અને ૨ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણી હતી. ધોરણ ૧થી ૫માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-૧ અને ધોરણ ૬થી ૮માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-૨ના ફોર્મ ભરાવવાની શરૂઆત ૨૧ ઓક્ટોબરથી થશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. માર્ચ ૨૦૧૮માં ટેટ-૧ની પરીક્ષા લેવાઈ હતી. ટેટ-૨ની પરીક્ષા ઓગસ્ટ-૨૦૧૭માં લેવાઈ હતી. વર્ષ ૨૦૧૮ની ટેટ-૧ની પરીક્ષામાં ૭૫ હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વર્ષ ૨૦૧૭માં લેવાયેલી ટેટ-૨ની પરીક્ષામાં ૨,૧૫,૦૦૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મને એવું લાગે છે કે આ વખતે ૩.૫ લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરશે. ૧૭ ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ૧૮ ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થશે. ઉમેદવારો ૨૧ ઓક્ટોબર, ૨૦૨૨થી ૫ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારો નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન ૨૧ ઓક્ટોબરથી ૫ ડિસેમ્બર સુધી ફી ભરી શકશે. આ ઉપરાંત ઉમેદવારો ૭ ડિસેમ્બર, ૨૦૨૨થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી લેટ ફી ભરી શકશે. તેમણે જણાવ્યું કે, પરીક્ષાની સંભવિત તારીખો પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરીશું. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતીમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સરળતા રહે તે મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, તજજ્ઞ સમિતિ દ્વારા સૂચવેલ સુધારા મુજબદિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી સંસ્થાઓમા ભરતી પ્રક્રિયા ઝડપી થશે. આપને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી દિવ્યાંગને ભણાવવા માટે શિક્ષકને જરૂરિયાત મુજબ તાત્કાલિક ખાલી જગ્યામાં ભરી દેવામાં આવશે. જેનો ફાયદો દિવ્યાંગોને ઝડપી અને સારા શિક્ષણના રૂપમાં થશે.
રાજ્યની મા.અને ઉ.મા.શાળાઓમા શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટે તજજ્ઞ સમિતિ દ્વારા સૂચવેલ સુધારા કરાયા,જેથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ સંસ્થાઓમા શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી થશે,દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગતાની કેટેગરી મુજબ શિક્ષણકાર્ય કરાવે તેવા વિશિષ્ટ શિક્ષકો ઉપલબ્ધ થશે. તેમણે ટ્‌વીટમાં લખ્યું હતું કે, રાજ્યની મા.અને ઉ.મા.શાળાઓમા શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટે તજજ્ઞ સમિતિ દ્વારા સૂચવેલ સુધારા કરાયા,જેથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ સંસ્થાઓમા શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી થશે,દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગતાની કેટેગરી મુજબ શિક્ષણકાર્ય કરાવે તેવા વિશિષ્ટ શિક્ષકો ઉપલબ્ધ થશે.

Related posts

IIT-कानपुर ने शुरु की हिंदु धार्मिक ग्रंथो की पढ़ाई

aapnugujarat

અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલોનો ક્રેઝ કાયમ, વાલીઓમાં વધતી લોકપ્રિયતા

aapnugujarat

UKના નવા ઈમિગ્રેશન નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે ફટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1