Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપને હરાવવા વિરોધી પક્ષોની મોટી યુતિ જરૂરી : એનસીપી

એનસીપીના વડા શરદ પવાર અને ચૂંટણીની રણનીતિ માટે જાણીતા પ્રશાંત કિશોરની ત્રણ કલાક ચાલેલી મુલાકાત બાદ સૌની નજર પવાર પર છે. જાેકે, તેમની મુલાકાત અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ પવાર રાષ્ટ્રીય સ્તરે જે બિનભાજપી પક્ષોની સંગઠન ઊભું કરવા માગી રહ્યા છે, તેના સંદર્ભમાં આ મુલાકાતમાં ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. પક્ષના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરોધી રાજકીય પક્ષોનું મોટું સંગઠન બનાવવાની જરૂર છે. પવારે ઘણી સમય પહેલા જ કહ્યું હતું કે ભાજપને રોકવા માટે અન્ય પક્ષોએ સાથે આવવું પડશે અને પવાર તેની માટે પ્રયત્નશીલ છે. અગાઉ શિવસેના પક્ષપ્રમુખ સંજય રાઉતે પણ જણાવ્યું હતું કે વિરોધીપક્ષોએ રાષ્ટ્રીય સ્તરે સંગઠિત થવાની જરૂર છે. જાેકે તેમણે યુપીએમાં ફેરબદલની પણ વાત કરી હતી, જે કાૅંગ્રેસને ગમી નથી.
શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે થયેલી વાતચીતમાં પ્રશાંત કિશોરે ભાજપને રાષ્ટ્રિય સ્તરે કેવી રીતે હરાવી શકાય તે માટેનો પ્લાન તૈયાર કર્યો હોવાનુ કહેવાઈ રહ્યુ છે. એનસીપીના પ્રવકતા નવાબ મલિકે કહ્યુ હતુ કે, એનસીપી પ્રશાંત કિશોરની ચૂંટણી માટે મદદ નથી લેવાની પણ ભાજપને રાષ્ટ્રીય સ્તર પર કેવી રીતે રોકી શકાય તેની રણનીતિ ચોક્કસપણે બનાવી છે.
શરદ પવાર સાથે મુલાકાત દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યુ હતુ કે, દેશમાં લગભગ ૪૦૦ બેઠકો એવી છે જ્યાં ભાજપ પ્રાદેશિક પક્ષો સામે નબળુ પડી શકે છે. આ બેઠકો પર પ્રાદેશિક પક્ષો સારો દેખાવ કરી શકે છે. જાે તમામ પ્રાદેશિક પક્ષોને એક કરવામાં આવે તો ભાજપને હરાવવુ આસાન છે. કોંગ્રેસ એવી સ્થિતિમાં નથી જે એકલા હાથે ભાજપને પડકારી શકે. આવા સમયે પ્રાદેશિક પક્ષોને ભાજપ સામે ઉભા કરવા જાેઈએ.
જાેકે પ્રાદેશિક પક્ષોનો સંયુક્ત મોરચો તૈયાર કરતા પહેલા એવો ચહેરો આગળ કરવો જાેઈએ જે આ મોરચાનુ નેતૃત્વ કરી શકે. તેમણે કહ્યુ હતુ કે, ૨૦૨૪માં થનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીની ટક્કર થઈ તો ભાજપને હરાવવુ મુશ્કેલ બની જશે. ઓછુ ભણેલા ગણેલા લોકોના અને એસસી એસટી આરક્ષિત લોકોના મત વિસ્તારમાં ભાજપ શક્તિશાળી છે. આ બેઠકો પર ભાજપ પૂરી તાકાત લગાવીને ચૂંટણી લડે છે અને કોંગ્રેસ અહીંયા નબળી પડી જાય છે. આવામાં પ્રાદેશિક પક્ષો ભાજપને ટક્કર આપવા માટે સક્ષમ છે.

Related posts

પુણ્યતિથી પર આયરન લેડી ઇન્દિરા ગાંધીને યાદ કરાયા

aapnugujarat

આધાર લિંકિંગ : અભિવ્યક્તિ સ્વતંત્રતા માટેખતરનાક : મમતા

aapnugujarat

ઈરાકમાં માર્યા ગયેલા ૩૮ ભારતીયના મૃતદેહ લવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1