Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધાર લિંકિંગ : અભિવ્યક્તિ સ્વતંત્રતા માટેખતરનાક : મમતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર આધાર લિંકિંગને ફરજિયાત કરવાને લઇને કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. આ અગાઉ પણ મમતા બેનર્જીએ અનેક વખત આધારલિંકિંગને લઇને પ્રહારો કર્યા છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, આધાર લિંકિંગ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ખુબ ખતરનાક છે. તેમણે કહ્યું હતું કે, આધાર કાર્ડના નામે લોકો સાથે સંબંધિત માહિતીને વેબસાઈટ ઉપર મુકવામાં આવી રહી છે જે અભિવ્યક્તિની સાથે સાથે સમાજ અને દેશ માટે ખતરનાક છે. મોદી સરકાર ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આવું કેમ કરવામાં આવી રહ્યું છે તે વાત સમજાઈ રહી નથી. કેટલાક લોકો નિરાશાજનક નિર્ણય લઇને ખુશ થાય છે. ગયા મહિનામાં જ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેઓ પોતાના મોબાઇલ નંબરને બંધ કરાવવા માટે તૈયાર છે પરંતુ તે પોતાના ફોનને આધાર સાથે લિંક કરાવશે નહીં. તૃણમુલ કોંગ્રેસની એક બેઠકમાં મમતાએ કહ્યું હતું કે, કોઇપણ સ્થિતિમાં તેઓ આધારને ફોન નંબર સાથે જોડશે નહીં. સંબંધિત વિભાગ ફોન કાપી નાંખશે તો પણ તેમને ચિંતા નથી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેઓ તમામ લોકોને વિરોધ કરવા માટે અપીલ કરે છે. જેટલા લોકોને ફોન નંબર કપાશે તે બાબત ઉપયોગી રહેશે. ભાજપના લોકો લોકોની ગુપ્ત બાબતોને સાંભળવા માંગે છે. આ લોકોની અંગતતા ઉપર સીધીરીતે પ્રહાર છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

हरिद्वार में प्रवाहित हुईं अरुण जेटली की अस्थियां

aapnugujarat

અંબાણી, માલ્યા અને નીરવને કરોડો, જ્યારે દેશના ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા : રાહુલ ગાંધી

aapnugujarat

ઇસરો ૨૮ માર્ચે જીઓઇમેઝિંગ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીમાં

editor

Leave a Comment

UA-96247877-1