Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અંબાણી, માલ્યા અને નીરવને કરોડો, જ્યારે દેશના ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા : રાહુલ ગાંધી

કોંગ્રેસ બિહારમાં ’જન આકાંક્ષા રેલી’ના બહાને પોતાના સ્થિતિ મજબૂત કરવામાં લાગી છે. આ હેઠળ જ પાર્ટીએ ૩૦ વર્ષ બાદ આજે પટનાના ગાંધીમેદાનમાં રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ સહિત મહાગઠબંધનના અન્ય નેતા સામેલ થયા. આ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવેલ જાહેરાતને તેમનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે, મોદી સરકાર પૈસાદારોને ખૂબ પૈસા આપે છે પરંતુ ખેડૂતોને ૧૭ રૂપિયા આપે છે. આ ખેડૂતોનું અપમાન છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, નોટબંધી દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે. મોદી કહે છે કે દરેક માણસને ૧૫ લાખ આપીશું પરંતુ અહીં કોઇ એવું છે જેમને ૧૫ લાખ મળ્યા છે? તેમણે કહ્યું કે બિહારમાં વિપક્ષની સરકાર આવવાની છે. તેના ઊંડા કારણો છે. મોદીજી જ્યાં જાય છે ત્યાં મોટા મોટા વાયદાઓ કરે છે. નીતીશજી ની પણ આ આદત છે. પરંતુ વાયદા પૂરા કરવામાં નથી આવતા.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, બજેટમાં મોદી સરકારે મોટી જાહેરાત કરી. ભાજપના નેતાઓએ કહ્યું કે, ઐતિહાસિક નિર્ણય લીધો છે, અને પાંચ મિનીટ સુધી તેમણે ધડાધડ તાળીઓ વગાડી. ખેડૂતો માટે તેમણે ઐતિહાસિક કામ કર્યું. મોદીજી તાળીઓ વગાડી રહ્યા છે. ખબર છે શું ઐતિહાસિક કાર્ય કર્યું. ખેડૂતોને ૧૭ રૂપિયા આપ્યા અને ખેડૂત પરિવાર માટે દિવસના સાડ ત્રણ રૂપિયા આપ્યા.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએએ આ રેલીમાં વડા પ્રધાન મોદી અને એનડીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે નોટબંધી વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. રાહુલે રેલીમા જણાવ્યું, “અમારી સરકાર બનશે તો દરેક ગરીબના ખાતામાં પૈસા જમા કરાવીશું, કોંગ્રેસ પાર્ટી બેકફૂટ પર નહીં ફ્રન્ટફૂટ પર રમશે અને સિક્સર પર મારશે. અમે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ફેક્ટરીઓની જાળ બિછાવીશું જેથી રોજગારી સર્જાય.

Related posts

BJP govt will give employment to more than 85% of local youth : Shah

aapnugujarat

યુપી પેટાચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

aapnugujarat

યુપીમાં સિરિયલ રેપિસ્ટની ધરપકડ : અનેક કેસ ખુલ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1