Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીમાં સિરિયલ રેપિસ્ટની ધરપકડ : અનેક કેસ ખુલ્યા

ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાં પોલીસે સિરિયલ રેપિસ્ટની ધરપકડ કરી છે. આ શખ્સે ૧૪ મહિલાઓ-યુવતીઓને શિકાર બનાવી હતી. પુછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સની ઓળખ બબલુ કુમાર તરીકે કરવામાં આવી છે. આ શખ્સે પુછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો આપી છે. બબલુએ ૨૦૦૯માં ૧૫ વર્ષની વયમાં ૧૬ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તેને સુધારા ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો. આના નવ વર્ષ બાદ મંગળવારના દિવસે બબલુની ધરપકડ કરવામાં આવી હતી. બબલુ કુમાર ખેતોમાં કામ કરતી મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો. તેના ભયથી મહિલાઓ બહાર નિકળતી ન હતી. વર્ષ ૨૦૧૫માં એક મામલામાં જામીન સુરક્ષિત થઇ ગયા બાદ બબલુ કુમાર લાપત્તા થઇ ગયો હતો. ત્યારબાદ તે કેટલીક વખત ગ્રામીણ વિસ્તારોમાં પહોંચીને મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારતો હતો. આખરે પરેશાન થઇને ગ્રામીણ લોકોએ ડિસેમ્બર ૨૦૧૭માં બબલુ કુમારની સામે એફઆઈઆર દાખલ કરાવી હતી. ત્યારબાદથી પોલીસ આરોપીને શોધી રહી હતી. સોમવારે મોડી રાત્રે અમરોહાના હસનપુરની પોલીસ જ્યારે પેટ્રોલિંગ ઉપર હતી ત્યારે કુમારને બાઈક સાથે જોવામાં આવ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યા બાદ તે ફરાર થવાના પ્રયાસમાં હતો. બબલુએ પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો પરંતુ તે ઝડપાઈ ગયો હતો. હસનપુર સ્ટેશન હાઉસ અધિકારી દેવેન્દ્ર શર્માએ કહ્યું છે કે, આ પોલીસ ચોકી ઉપર બબલુની સામે ત્રણ બળાત્કારના મામલા દાખલ કરવામાં આવ્યા હતા. ૨૦૦૯ના બળાત્કારના કેસમાં તેને ત્રણ વર્ષની સજા થઇ હતી. ૨૦૧૨માં તે છુટ્યો હતો. ૨૦૧૪માં બળાત્કારના કેસમાં ફરી પકડાયો હતો.

Related posts

2500 करोड़ के सहकारी बैंक घोटाले में अजित पवार को मिली क्लीन चित

editor

મસ્જિદ અને ઇદગાહમાં જ નમાઝ અદા કરવાનું સૂચન : મનોહરલાલ ખટ્ટર

aapnugujarat

અમરનાથ જવા પ્રથમ ટુકડી રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1