Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જુનેદની ધરપકડ બાદ બાટલા હાઉસ એન્કાઉન્ટર બનાવટી હોવાની થિયરીનો આખરે અંત આવ્યો

કુખ્યાત ત્રાસવાદી અને અમદાવાદ સહિત દેશના અનેક મોટા શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ માટે જવાબદાર શખ્સ આરિજ ખાન ઉર્ફે જુનૈદની ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી ચોંકાવનારી વિગત સપાટી પર આવી રહી છે. તેની ધરપકડ સાથે ભારે વિવાદ જગાવનાર બાટલા હાઉસ એન્કાઉન્ટર બોગસ હોવાની થિયરીનો હવે અંત આવ્યો છે. જુનૈદનું નામ પ્રથમ વખત એ વખતે સપાટી પર આવ્યું હતું જ્યારે બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પકડી લેવામા ંઆવેલા ત્રાસવાદી મોહમ્મદ સૌફ અને શજહાદ અહેમદે પુછપરછમાં વાત કરી હતી. બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ તે ફરાર થઇ ગયો હતો પરંતુ ૨૦૧૦માં તેને આઝમગઢમાંથી પકડી લેવામાં આવ્યો હતો. આ અથડામણમાં સામેલ રહેલાઓમાં પાંચ ત્રાસવાદીઓ પૈકી ત્રણની ધરપકડ કરવામાં આવી ચુકી છે. બે માર્યા ગયા હતા. કેટલાક નેતાઓ અને રાજકીય પક્ષોએ આ એન્કાઉન્ટરને બનાવટી ગણાવીને હોબાળો મચાવ્યો હતો. ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના એ એકાઉન્ટરને યાદ કરતા કહેવામાં આવ્યું છે કે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ મોહનચંદ શર્મા ૭-૮ જવાનોની સાથે દક્ષિણ દિલ્હીના જામિયાનગર સ્થિત બાટલા હાઉસ ફ્લેટ નંબર એલ-૧૮માં સાવારે ૧૦.૩૦ વાગે પહોંચ્યા હતા. સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર એક ટેલિકોમ કંપનીના એજન્ટ બનીને ફ્લેટમાં ઘુસ્યા હતા જ્યારે છ જવાન સિડી પરથી પહોંચ્યા હતા. અધિકારીએ કહ્યું હતું કે, ધર્મેન્દ્રએ તરત આવીને ફ્લેટમાં ત્રાસવાદીઓ હોવાની વાત કરી હતી. ફ્લેટનો મુખ્ય દરવાજો બંધ હતો. ગેટની બીજી બાજુથી જોવાના પ્રયાસ કર્યા હતા. તે જ વેળા ડ્રોઇંગરુમ અને ફ્લેટની ડાબી બાજુથી અમારા પર ગોળીબાર કરાયો હતો. અંધાધૂંધ ગોળીબારના કારણે ઇન્સ્પેક્ટર શર્મા અને હેડકોન્સ્ટેબલ બલવંત પડી ગયા હતા. ધર્મેન્દ્ર અને હેડકોન્સ્ટેબલને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. એન્કાઉન્ટર શરૂ થતાની સાથે જ ડીસીપી આલોકકુમાર અને એસીપી સંજીવ યાદવ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે અમે રુમમાં ઘુસવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ રાજવીરને બુલેટપ્રુફ જેકે ઉપર બે ગોળી વાગી હતી. મોહમ્મદ સૈફને પકડી લેવામાં આવ્યો હતો. જવાનો પર ગોળીબાર કરનારાઓમાં હાલમાં ઝડપાયેલો આરીઝ ઉર્ફે જુનેદ પણ હતો. આ અથડામણમાં મોહમ્મદ આતીફ અને મોહમ્મદ સાજીદ ઠાર થઇ ગયા ગયા હતા. આરીઝ ખાન અને શહેઝાદ ફરાર થવામાં સફળ રહ્યા હતા. તે ગાળા દરમિયાન મોહમ્મદ સૈફનું નામ એક ત્રાસવાદી બાટલા હાઉસના રુમમાંથી પકડી લેવામાં આવ્યો છે. જ્યાંથી ત્રાસવાદીઓએ સ્પેશિયલ સેલ ઉપર ગોળીબાર કર્યો હતો. બે વર્ષ બાદ શહેઝાદને પકડી લેવામાં આવ્યો હતો પરંતુ જુનેદ ફરાર હતો. એન્કાઉન્ટર બાદ તપાસ કરાતા રુમમાંથી પિસ્તોલ અને એકે ૪૭ મળી આવી હતી. જુનેદ ઉપર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. પોલીસને મુંબઈ બ્લાસ્ટના પાંચ કેસોમાં જુનેદની શોધ હતી. િઆરીશ ખાન ઉર્ફે જુનેદ ૨૦૦૮માં દિલ્હીમાં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટ સહિત મુંબઈ બ્લાસ્ટની અનેક ઘટનાઓમાં સીધીરીતે સામેલ હતો. ઝડપાયેલો જુનેદ બોંબ બનાવવામાં નિષ્ણાત છે. તે કુખ્યાત ત્રાસવાદી આતીફ અમીન સાથે જોડાયેલો હતો જે બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. ત્યારબાદ પોલીસને ૨૦૦૭માં ઉત્તર પ્રદેશ બ્લાસ્ટ અને ૨૦૦૮માં જયપુરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ તેમજ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પણ તપાસ હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે, ૨૦૦૮માં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં થાપ આપીને આ ત્રાસવાદી ફરાર થવામાં સફળ રહ્યો હતો. જુનેદ ઉપર દિલ્હી, ઉત્તરપ્રદેશ, અમદાવાદ સહિત પાંચ જગ્યાઓએ થયેલા બ્લાસ્ટમાં સામેલ હોવાનો આરોપ છે. ઉત્તરપ્રદેશમાં આઝમગઢના નિવાસી જુનેદ ઇન્ડિયન મુઝાહીદ્દીનનો ત્રાસવાદી છે.
બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ફરાર રહેલો જુનેદ ઝડપાઈ ગયા બાદ તેની પૂછપરછ ચાલી રહી છે. જુનેદના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ સાથે કનેક્શન નિકળી શકે છે જેના ભાગરુપે અમદાવાદ પોલીસ પણ તેની પુછપરછ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા તેની પુછપરછ કરી લેવામાં આવ્યા બાદ અમદાવાદની ટીમ પણ તેની પુછપરછ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. જુનેદને ૨૫ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા બાદ આ ગાળા દરમિયાન વધુ કેટલીક નવી વિગતો સપાટી ઉપર આવી શકે છે. બાટલા હાઉસ એન્કાઉન્ટરને લઇને ખુબ રાજકીય રમત રમાઈ હતી.

Related posts

દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિ રહેવાનાં સંકેતો

aapnugujarat

કોંગ્રેસ જીતશે તો આસામમાં સીએએ લાગુ નહિ થાય : રાહુલ ગાંધી

editor

દિલ્હીનાં સામૂહિક આત્મહત્યા કેસમાં કેટલીક દુવિધા હજુ અકબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1