Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકી સ્કુલમાં ફરી મોતનો તાંડવ : ૧૭નાં કરૂણ મોત થયા

અમેરિકાના મિયામીના ઉત્તરપશ્ચિમમાં આશરે એક કલાકના અંતરે સ્થિત પાર્કલેન્ડમાં એક હથિયારધારી શખ્સે સ્કુલમાં અંધાધુંધ ગોળીબાર કરતા ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા છે. અન્ય અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાક ગંભીર છે. આ બનાવથી અમેરિકા ફરી એકવાર હચમચી ઉઠ્યુ છે. સ્કુલમાં મોતના તાંડવ પાછળના કારણમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગોળીબાર કરનાર શખ્સ આ સ્કુલમાં અભ્યાસ કરી ચુક્યો છે. આ દિલધડક ઘટનાને અંજામ આપતા પહેલા હુમલાખોર શખ્સે ફાયર અલાર્મ વગાડી હતી. જેથી તમામ વિદ્યાર્થીઓ પોત પોતાની ક્લાસમાંથી બહાર આવી ગયા હતા. આ ભીષણ ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા છે. અધિકારીઓના કહેવા મુજબ મોતનો આંકડો હજુ વધી શકે છે. એકાએક ગોળીબારના કારણે પોત પોતાના ક્લાસરૂમમાં રહેલા વિદ્યાર્થીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. કેટલાક વિદ્યાર્થીઓ આ ખૌફનાક ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી છે. ચારેબાજુ ચીસોચીસ જોવા મળી હતી. કેટલાકને સ્કુલની બહાર ગોળી વાગી હતી જ્યારે કેટલાકને ત્રીજા માળે ગોળી વાગી હતી. ગોળીબારની ઘટનામાં મૃત્યુ પામનારમાં વિદ્યાર્થીઓની સાથે પુખ્યવયના લોકો પણ છે. ૧૯ વર્ષીય હુમલાખોરની ઓળખ કરી લેવામાં આવી છે. તે નિકોલસ ક્રુઝ તરીકે થઇ છે. તે સેમીઓટોમેટિક રાઇફલ લઇને આવ્યો હતો. અધિકારીઓએ કહ્યુ છે કે ક્રુઝને સ્કુલમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. સ્કુલમાં તમામ બાબતો સામાન્ય રીતે ચાલી રહી હતી. સ્કુલમાં રજા થવાની તૈયારી હતી ત્યારે આ ગોળીબાર શરૂ થયો હતો. સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ રહેલા એક વિડિયોમાં વિદ્યાર્થી બુમાબુમ કરતો નજરે પડે છે. વિડિયોમાં ચારથી વધારે ફાયરિંગનો અવાજ સાંભળી શકાય છે. હુમલાને અંજામ આપ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. જો કે તેને થોડાક સમય બાદ કોરલ સ્પિંગથી પકડી પાડવામાં આવ્યો હતો. તે વિદ્યાર્થઓની ભીડમાં મળીને ફરાર થઇ ગયો હતો. ક્રુજ પાસે મોટી સંખ્યામાં મેગઝિન્સ હતા. ફ્લોરિડાના સેનેટર બિલ નેલ્સને એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, હુમલાખોર તૈયારી સાથે આવ્યો હતો. હુમલાખોરે ગેસ માસ્ક પહેરેલો હતો. તેની પાસે સ્મોકગ્રેનેડ પણ હતા. ફાયર એલાર્મ વગાડી દેવાના કારણે વિદ્યાર્થીઓ આગની દહેશતના કારણે પોતાના ક્લાસરુમની બહાર આવી ગયા હતા. ક્રુઝે હુમલો કર્યા બાદ તરત જ પોલીસ ટુકડી પહોંચી ગઈ હતી. સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવતા જીમ ગેર્ડે કહ્યું છે કે, નિકોલસ ક્રુઝ ૨૦૧૬માં વિદ્યાર્થી તરીકે હતો. તે એક શાંત વિદ્યાર્થી તરીકે હતો. ગોળીબારી બાદ તેમને અનેક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ક્રુઝ સ્કૂલની એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો અને ઘણી વખત તેનો પીછો કરતો હતો. ઝડપાઇ ગયેલા નિકોલસ ક્રુઝની પુછપરછ શરૂ કરી દેવામાં આવી છે. હુમલા વેળા દરેક બાજુ બૂમા બૂમ અને ચીસાચીજ મચી ગઈ હતી. સ્કૂલનો પૂર્વ વિદ્યાર્થી હોવાથી તે સ્કૂલની દરેક બાબતને સારીરીતે જાણતો હતો. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં બે લોકોના મોત થયા હતા. ગોળીબારની ઘટના બાદ સ્કૂલની અંદર દિલધડક અને દહેશતપૂર્ણ નજારો જોવા મળ્યો હતો. ચારેબાજુ લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા. દિવાલોમાં ગોળીઓના નિશાન બનેલા હતા. તમામ કોમ્પ્યુટરોના સ્ક્રીન તુટી ગયા હતા. પોલીસ અધિકારીએ આને ખતરનાક હુમલા તરીકે ગણાવ્યો છે.

Related posts

સુરંગ ખોદી બેંક લુંટવાનાં પ્લાનને નિષ્ફળ બનાવ્યો બ્રાઝીલ પોલીસે

aapnugujarat

चीन के सभी युवाओं की दिलचस्पी डोकलाम में नहीं

aapnugujarat

અમેરિકી સેનેટે ઇમિગ્રેશન બિલને નામંજૂર કર્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1