Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સુરંગ ખોદી બેંક લુંટવાનાં પ્લાનને નિષ્ફળ બનાવ્યો બ્રાઝીલ પોલીસે

બ્રાઝીલ પોલીસે દાવો કર્યો છે કે, તેમને દુનિયાની સૌથી મોટી બેન્ક ચોરીના પ્લાનને નિષ્ફળ કર્યો છે. દેશના સાઓ પાઉલોમાં એક ગેંગે ૫૦૦ મીટર લાંબી સુરંગ ખોદી આ ચોરી કરવાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો.
ગેંગ દ્વારા ચોરી કરવા માટે બનાવવામાં આવેલી સુરંગમાં લાઈટિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ચોરીની કેટલીક ગાડીઓ પણ જપ્ત કરી છે, જે ગાડીઓ દ્વારા જ ચોરીને અંજામ આપવાનો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે, ગેંગે ભાડાનાં એક ઘરમાંથી સુરંગ ખોદવાનું શરૂ કર્યું હતું, જે સાઓ પાઉલોમાં બેંક ઓફ આફ્રિકાની શાખા સુધી ખોદવાનો પ્લાન બનાવ્યો હતો. આ ગેંગ દ્વારા ૨૫ કરોડ પાઉન્ડ એટલે કે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ચોરી કરવાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો.તપાસકર્તા ફેબિયો પિનહીરોએ જણાવ્યું કે, “જો આ ચોરી થઈ ગઈ હોત તો તે દુનિયાની સૌથી મોટી ચોરી ગણાતી.”  તેમણે જણાવ્યું કે, આ ગેંગ ખુબ ખતરનાક છે અને તે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમના પર હત્યા જેવા ઘણા હિંસક ગુનાઓનો આરોપ છે. આ ગેંગના મોટાભાગના સભ્યોની ઉંમર ૩૫ વર્ષ અથવા તેનાથી વધારે છે.આ કેસમાં અત્યાર સુધીમાં ૧૬ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર કુલ ૨૦ લોકોએ એક સાથે મળીને ચોરી માટે ૪૧ લાખ ૮૮ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ ૨ મહિનાથી પણ વધારે સમયથી આ ગેંગ પર નજર રાખી રહ્યાં હતા. આ સુરંગને ખોદવામાં ૪ મહિનાનો સમય લાગ્યો હતો. પોલીસ હાલ તે મહિલાની શોધખોળ કરી રહી છે, જેણે આ ગેંગને નકલી ઓળખપત્રનાં આધારે મકાન ભાડે આપ્યું હતું.

Related posts

पाकिस्तान में लू से ४ दिनों में ६५ लोगों की हुई मौत

aapnugujarat

જાપાનમાં 155 ધરતીકંપ : નવા વર્ષના પ્રથમ દિવસે જ 20ના મોત

aapnugujarat

Nawaz Shifted TO Raiwind

aapnugujarat

Leave a Comment

UA-96247877-1