Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુણ્યતિથી પર આયરન લેડી ઇન્દિરા ગાંધીને યાદ કરાયા

આયરન લેડી તરીકે લોકોમાં લોકપ્રિય રહેલા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથીએ આજે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં દેશનુ નેતૃત્વ કર્યુ હતુ.મોદીએ સરદાર પટેલને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઇન્દિરા ગાંધીનુ દેશના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન રહ્યુ છે. ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને સ્વતંત્ર કરાવવામા ભૂમિકા અદા કરી હતી. સિક્કિમને ભારતમાં મર્જ કરવામાં ભૂમિકા અદા કરી હતી. બેંકોના રાષ્ટ્રીયકરણ અને રાજશાહીના છેલ્લા નિશાનને ખતમ કરવાની બાબત પણ તેમના મોટા નિર્ણય હતા. ઇન્દિરા ગાંધીની વાત કરવામાં આવે તો વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બન્યા હતા. જવાહર લાલ નહેરુના મોત બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન બની ગયા હતા. વર્ષ ૧૯૬૬માં લાલ બહાદુર શાસ્ત્રીના મોત બાદ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા. પાકિસ્તાન સામે વર્ષ ૧૯૭૧ના યુદ્ધમાં જીત બાદ પોતાના ભાષણમાં ઇન્દિરા ગાંધીએ કહ્યુ હતુ કે રસ્તો ખુબ મુશ્કેલ છે તકે બાબત ભુલવી જોઇએ નહી. કેટલાક શિખરોને હજુ સર કરવાના બાકી છે. જે રીતે આ પડકારનો સામનો કર્યો છે તેવી જ રીતે દેશને અનેક નવી ઉંચાઇ પર લઇ જવાની જરૂર છે. વર્ષ ૧૯૬૯મા વડાપ્રધાન તરીકેના ગાળામા દેશની ૧૪ ખાનગી બેંકોના રાષ્ટ્રીયકરણ કરી દીધા હતા. એ વખતે કોંગ્રેસમાં બે જુથ હતા. ઇન્ડિકેટ અને સિન્ડીકેટ બે ગ્રુપ હતા. ઇન્ડિકેટના નેતા ઇન્દિરા ગાંધી હતા જ્યારે સિન્ડીકેટના કે કામરાજ હતા. ઇન્દિરા ગાંધી બેંકોના રાષ્ટ્રીયકર કરવા ઇચ્છિતા હતા. ગાંધી માનતા હતા કે આના કારણે દેશભરમાં ક્રેડિટ આપી શકાય છે. જ્યારે સિન્ડિકેટ આનો વિરોધ કરતા હતા. એ વખતે મોરારજી દેસાઇ નાણાં પ્રધાન હતા. તેઓએ એ દરખાસ્તને ફગાવી દીધી હતી. ત્યારબાદ ૧૯મી જુલાઇ ૧૯૬૯ના દિવસે ઇન્દિરા ગાંધીએ એક વટહુકમ લાવીને ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણ કરી દીધા હતા. એ વખતે દેશની આ બેંકોની પાસે ૭૦ ટકા જમા રકમ હતી. વર્ષ ૧૯૮૦માં બીજી છ બેંકોના રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૭૫માં રાયબરેલીની ચૂંટણીમાં ગેરરિતી અને જેપીના નેતૃત્વમાં સમગ્ર વિરોધ પક્ષે ઇન્દિરા ગાંધીની સામે સંઘર્ષ છેડી દીધો હતો. આને લઇને ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરી દીધી હતી. નાગરિક અધિકાર રદ થઇ ગયા હતા. પ્રેસ અને મિડિયા પર સેન્સરશીપ લાગુ કરવામાં આવી હતી.વિપક્ષના નેતા જેલ ભેગા થઇ ગયા હતા.

Related posts

પગારદારોને મોદી સરકારની ભેટ, હવે ડબલ કરાશે ગ્રેચ્યુઈટીની રકમ

aapnugujarat

ગરીબો માટે યથાવત રહેશે એલપીજી સિલિન્ડર તથા કેરોસીન ઉપરની સબસિડી

aapnugujarat

આસામ લઠ્ઠાકાંડમાં મૃતાંક વધીને ૧૩૩ ઉપર પહોંચ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1