Aapnu Gujarat
મનોરંજન

કિડનીને લઇને હવે તકલીફ નથી : સેલેના

ગાયિકા અને વિશ્વની સૌથી મોટી સેલિબ્રીટીઓમાં સ્થાન ધરાવનાર સેલેના ગોમેજે કહ્યુ છે કે ટ્રાન્સપ્લાન્ટ બાદ તેની કિડની હવે સંપૂર્ણ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તેના જીવનને બચાવી લેવા માટેની ક્રેડિટ તે પોતાની ફ્રેન્ડ ફ્રાન્સિયા રૈસાને આપે છે. ફ્રાન્સિયા રૈસાએ પોતાની કિડની તેને દાન કરી છે. વેબસાઇટ પર માહિતી આપતા સેલેના ગોમેજે કહ્યુ છે કે લ્યુપસ જેવી ગંભીર સમસ્યા તેને થઇ ગઇ હતી. તેની બચવાની સંભાવના ઓછી થઇ ગઇ હતી. પોપ સ્ટારે માહિતી આપતા કહ્યુ છે કે તેના માટે જીવન મરણ વચ્ચે ઝોલા ખાવવા જેવી સ્થિતી સર્જાઇ ગઇ હતી. આ પહેલા ૨૫ વર્ષીય સેલેના ગોમેજે ખુલાસો કરતા કહ્યુ હતુ કે તેની મિત્રના કારણે તે બચી ગઇ છે. રૈસાએ ગુપ્ત ઓપરેશન દરમિયાન કિડની દાન કરી હતી. તબીબી સારવાર અને ઓપરેશન બાદ હવે સેલેના કહી રહી છે કે તેની કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે. તે બિલકુલ સ્વસ્થ અનુભવ કરી રહી છે. તેની લાઇફને ફ્રાન્સિયાએ બચાવી લીધી છે તેમ તે માને છે કે કેમ તે અઇંગે પુછવામાં આવતા ગોમેજે કહ્યુ છે કે તે ચોક્કસપણે તેનો આભાર માને છે. તેના કારણે જ તેની લાઇફ બચી છે. ગોમેજે ૧૪મી સપ્ટેમ્બરના દિવસે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો રજૂ કર્યો હતો. જેમાં તે રૈસાની સાથે હતી. ગોમેજ પોપની દુનિયામાં ખુબ નાની વયમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી ચુકી છે. તેના ચાહકોની સંખ્યા વિશ્વભરમાં કરોડોમાં છે. તેની તબિયત લથડી ગયા બાદ તેના ચાહકોમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુ હતુ. જો કે હવે તેની સ્થિતી સામાન્ય બનતા ફેન ભારે ખુશ છે. તે લાઇફના જટિલ તબક્કામાંથી બહાર નિકળી છે. તે પોતાને ખુબ સોભાગ્યશાળી પણ માને છે.

Related posts

યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ એફઆઈઆર

aapnugujarat

Film War મને મુર્ખામી ભરેલી ફિલ્મ લાગી હતી : રિતીક

editor

जॉन अब्राहम हुए घायल

editor

Leave a Comment

UA-96247877-1