Aapnu Gujarat
મનોરંજન

યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ એફઆઈઆર

બોલિવૂડ પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયા હડપ કરવાના આરોપમાં ફરિયાદ કરી છે. આ કેસ ગીતકાર, સંગીતકાર, ગાયક તથા સંગીત નિર્માતા તરફથી કરવામાં આવ્યો છે.
ધ ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ્‌સ સોસાયટીએ આ કેસ દાખલ કર્યો છે. આ સંસ્થા ગીતકાર, સંગીતકાર, ગાયક તથા સંગીત નિર્માતાને રિપ્રેઝન્ટ કરે છે. ફરિયાદ પ્રમાણે, યશરાજ ફિલ્મ્સે આર્ટિસ્ટ પાસેથી જબરજસ્તી કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યા હતાં અને તેમની રોયલ્ટી જબરજસ્તી લઈ લીધી છે. વાસ્તવમાં યશરાજ બેનરને રોયલ્ટી સાથે કોઈ જ લેવા-દેવા નથી.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પ્રોડક્શન હાઉસે મ્યૂઝિક કમ્પોઝર, આર્ટિસ્ટના આધાર પર રોયલ્ટી લઈ શકે નહીં, કારણ કે આના પર પહેલો હક આઈપીઆરએસનો છે. અત્યારે પોલીસે પ્રાથમિક તપાસ તથા પુરાવાને આધારે કેસ દાખલ કર્યો છે. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જરૂર પડી તો પૂછપરછ માટે આરોપીઓને બોલાવવામાં આવશે. એફઆઈઆરમાં યશરાજ ફિલ્મ્સના ડિરેક્ટર આદિત્ય ચોપરા તથા ઉદય ચોપરાના નામે કેસ કર્યો છે. આ બંને પર બંધારણની કલમ ૪૦૯ તથા ૩૪ ઉપરાંત કોપીરાઈટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલાંક પ્રોડક્શન હાઉસ પર પણ કાર્યવાહી થાય તેવી શક્યતા રહેલી છે.

Related posts

આલિયાએ લંડનમાં ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થ ડે

aapnugujarat

कपिल के बर्थडे पर सुनील ने भाई कहते हुए भेजा मेसेज

aapnugujarat

पद्मावत का अनुभव कलाकार के लिए डराने वाला : शाहिद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1