Aapnu Gujarat
ગુજરાત

સ્માર્ટ પાર્કિંગ નહીં હોવાથી આડેધડ જ પાર્કિંગ થાય છે

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમા વધેલા વાહનો અને બીઆરટીએસના કોરિડોરના કારણે સાંકડા થઈ ગયેલા અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર સ્માર્ટ પાર્કીંગ શરૂ કરવાના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવેલી જાહેરાત પછી પણ આ પ્રકારના પાર્કીંગ શરૂ ન કરી શકાતા અમદાવાદના વાહનચાલકોને પાર્કીંગ ન મળવાના કારણે હવે તેઓ રસ્તા ઉપર જ આડેધડ વાહનોનો ખડકલો કરી દેતા નજરે પડી રહ્યા છે.અમદાવાદ શહેરમા છેલ્લા દસ વર્ષની અંદર વિસ્તાર વધવાની સાથે વધેલી વાહનોની સંખ્યાની સાથે સાંકડા બની ગયેલા રસ્તાઓ ઉપર લોકો પોતાના વાહનો પાર્ક કરવા માટે પાર્કીંગની યોગ્ય જગ્યા શોધતા નજરે પડે છે આમ છતાં લોકોને પોતાના વાહનો પાર્ક કરવા માટે યોગ્ય જગ્યા ન મળતા વાહનો આડેધડ પાર્ક કરી દેતા નજરે પડી રહ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે સ્માર્ટ પાર્કીંગની વ્યવસ્થાની જોગવાઈ કરવા માટે સ્માર્ટસીટી પ્રોજેકટમા નાગરિકો મોબાઈલ એપ્લીકેશન દ્વારા પાર્કીંગની જગ્યા શોધી શકે અને પે એન્ડ પાર્ક સુવિધામા આવેલા ખાલી પ્લોટોની વિગતો મેળવી શકે એ માટે એપ્લીકેશન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.આ ઉપરાંત અમદાવાદ શહેરના ૫૦ જેટલા જંકશનો ઉપર એન્વાયરમેન્ટ સેન્સર લગાવવાની પણ જાહેરાત તંત્ર તરફથી કરવામા આવી હતી.જેના દ્વારા વાતાવરણના વિવિધ પેરામીટર્સ જેવા કે ઓકસીજનનું પ્રમાણ,સોડીયમ અને નાઈટ્રોજન ઓકસાઈડનુ પ્રમાણ વગેરે હાનીકારક વાયુઓનું રીયલ ટાઈમ મોનીટરીંગ કરવા અંગેની પણ જાહેરાત કરવામા આવી હતી.આ ઉપરાંત અમદાવાદ શહેરના લોકોને છેક વર્ષ-૨૦૧૪ના વર્ષથી અમદાવાદના વિવિધ ૪૫ જેટલા લોકેશનો ઉપર નાગરિકો માટે વાઈ-ફાઈ હોટ સ્પોટની સુવિધા પુરી પાડવાની કામગીરી હાથ ધરવાની પણ જાહેરાત અમદાવાદ શહેરના મેયર દ્વારા કરવામા આવી હતી.પરંતુ રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ અમદાવાદ શહેરના ટ્રાફિકને હળવો કરવાની યોજના ઉપર બ્રેક લાગી જતા શહેરના ખમાસાથી આસ્ટોડીયા, પશ્ચિમમા મીઠાખળી છ રસ્તા, નહેરૂનગર, નવરંગપુરા, સી.જી.રોડ વગેરે વિસ્તારોમા લોકો તેમના વાહનો આડેધડ રોડ ઉપર જ પાર્ક કરી દેતા હોવાના કારણે શહેરમા ટ્રાફિકની સમસ્યા સતત વધતી જોવા મળે છે. સમસ્યાને દુર કરવા યોગ્ય આયોજન જરૂરી છે

Related posts

ઈસ્કોન આર્કેડ કોમ્પલેક્ષમાં આંગડિયા કર્મચારીએ આપઘાત કર્યો

aapnugujarat

કોંગ્રેસ છોડીને જે સભ્યો ગયા તે સત્તા લાલચુ : અહેમદ પટેલ

aapnugujarat

કડી નગરપાલિકા દ્વારા રોડ ઉપર થિંગડા મરાયા

editor

Leave a Comment

UA-96247877-1