Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઈરાકમાં માર્યા ગયેલા ૩૮ ભારતીયના મૃતદેહ લવાયા

ઈરાકના મોસુલમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા ભારતીય નાગરિકોના અવશેષને લઈને વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ આજે ભારત પરત ફર્યા હતા. વીકે સિંહ ૩૮ ભારતીયોના મૃતદેહ લઈને ઈરાકના પાટનગર બગદાદથી રવાના થયા હતા. વર્ષ ૨૦૧૪માં મોસુલ ઉપર કબ્જો જમાવી લીધા બાદ આઈએસના ત્રાસવાદીઓએ ૩૯ ભારતીયોઓને ઘાતકી હત્યા કરી લીધી હતી. એક મૃતકની ઓળખ થઈ શકી ન હતી. જેથી ૩૮ ભારતીયના મૃતદેહ પરત લાવવામાં આવ્યા છે. પંજાબ સરકારે માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાયતા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી લીધી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ૨૦મી માર્ચના દિવસે આ સંદર્ભે મોટી જાહેરાત કરી હતી. વીકે સિંહ અવશેષને લઈને પહેલા પંજાબ પહોંચ્યા હતા ત્યાર બાદ પટના જશે. માર્યા ગયા ૩૯ લોકોમાંથી ૨૭ લોકો પંજાબના હતા અને ચાર બિહારના હતા. અમૃતસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા વીકે સિંહે કહ્યું હતું કે, ખુબ મુશ્કેલથી મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા હતા. કુશળ લોકો દ્વારા આમા ચકાસણી કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન વીકે સિંહ ચાર વખત ઈરાક પહોંચ્યા હતા. સિંહે કહ્યું હતું કે, તેઓ પ્રથમ વખત ૧૧મી જુલાઈના દિવસે ઈરાક પહોંચ્યા હતા. સિંહે કહ્યું હતું કે, દેશ અને રાજ્યની સરકારો નોકરીના સંદર્ભમાં નિર્ણય લેશે. અત્રે નોંધનીય છે કે, સુષમા સ્વરાજે ૨૦મી માર્ચે સંસદમાં જાહેરાત કરીને દેશના લોકોને ચોંકાવી દીધા હતા. સુષમાની જાહેરાતથી દેશમાં આઘાતનું મોજુ ફરી વળ્યુ હતું. લાંબા ગાળા બાદ ભારતીય લોકોના મૃતદેહને લાવવામાં સરકારને સફળતા મળી છે. સરકારે જાહેરાત મુજબ જ સફળ કામગીરી કરી છે.

Related posts

ટિકિટ બુક કરાવતી વેળા જ પૈસા ચુકવવાની જરૂર નથી : રેલવે દ્વારા નવી સ્કીમ જાહેર

aapnugujarat

संसद में बनते हैं मुस्लिमों की बर्बादी के कानूनः ओवैसी

aapnugujarat

રાજસ્થાનના પ્રતાપગઢ-જયપુર હાઇવે પર વરઘોડામાં નાચી રહેલા લોકો પર ટ્રક ફરી વળ્યો છ ૧૫ લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1