Aapnu Gujarat
Uncategorized

કોરોનાની ત્રીજી લહેર અંગે અમદાવાદના તબીબો ચિંતિત

કોરોનાની પહેલી લહેર કરતા વધુ ઘાતક કોરોનાની બીજી લહેર હતી. અને હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે અમદાવાદના ડોકટર્સ કોરોનાની ત્રીજી લહેરને લઈ ચિંતિત બન્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સએ આ મામલે બેઠક યોજી ત્રીજી લહેર પહેલા કેવી સાવધાની રાખી શકાય, કેવી રીતે તેની ઘાતકતા રોકી શક્ય અને તે મામલે વેકસીનેશન અને તમામ એસઓપીનું પાલન જરૂરી બનશે.
જાેકે આ ઉપરાંત નિષ્ણાત તબીબએ સૂચવેલા સૂચનો પણ જાણવા જરૂરી છે.અમદાવાદ મેડીકલ એસોસિએશનના ડોકટર્સ દ્વારા યોજાયેલી બેઠકમાં દરેક ફિલ્ડના નિષ્ણાત ડોકટર્સ બેઠકમાં જાેડાયા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સ્ટેટ કોઓર્ડીનેટર ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરની ઘાતકતા ઓછી કરવા વેકસીનેશન અને તમામ એસઓપીનું પાલન જરૂરી રહેશે. સાથે જ આપણે હર્ડ ઇમયુનિટી તરફ ના જઈએ ત્યાં સુધી નિયમોનું પાલન કરવું પડશે.એમ ડી. ફિઝિશિયન ડો.ઉર્મેન ધ્રુવએ જણાવ્યું કે બીજી લહેરમાં દર્દીઓને લાવવા લઇ જવામાં એમ્બ્યુલન્સની તકલીફો પડી હતી એટલે ત્રીજી લહેર પહેલા એમ્બ્યુલન્સ ઉપરાંત ટેક્સીઓ કે સીટી બસ કે કોઈ પણ પ્રકારના ઉપયોગ વગર પડી રહે છે તેને ઉપયોગ કરી શકાય તેવી તૈયારી રાખવી પડશે. એવું મનાય છે કે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે.
જાેકે ઘણા પીડિયાત્ટ્રીશિયન આ વાત નકારી રહ્યા છે છતાં તેની તૈયારીના ભાગ રૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવું પડશે સાથે હોસ્પિટલમાં બાળકો માટેના વોર્ડ અને તેમાં એક પેરેન્ટ્‌સ રહી શકે તેવી વ્યવસ્થા બનાવવી પડશે. જાે થર્ડ વેવમાં બાળકો સંક્રમિત થવાના ચાન્સીસ હોય તો તેવા બાળકોના માતાપિતાએ વેકસીન લઈ લેવી જાેઈએ. બધા વેકસીનેટ થશે તોજ બધાને ફાયદો થશે. એટલે વધુને વધુ લોકોને વેકસીન લેવા માટે પ્રેરવા પડશે.માસ્ક અને વેકસીન બન્ને એટલા જ મહત્વના છે. જે લોકોને બ્લડ પ્રેશર, ડાયાબીટીસ કે અન્ય કોઈ રોગ છે તેને કાબુમાં લાવવા પ્રયાસ કરવો પડશે. જે લોકો ને રોગ નથી તેઓ આગામી ત્રણ મહિના દરમિયાન પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જાેઈએ.ગાર્ગી પટેલએ જણાવ્યું કે , ત્રીજી વેવ આવશે એવી શક્યતા છે પણ માત્ર બાળકો જ સંક્રમિત થાય એ શકયતા હાલ અમે નકારીએ છીએ.કોઈ સંશોધન એવું નથી કહેતું કે, હવે બાળકો મોટી સંખ્યામાં સંપડાશે. બાળકોમાં વધુ અસર નથી જાેવા મળતી કેમકે બાળકોમાં ઇમ્યુનિટી સારી પહેલેથી જ હોય છે.બાળકોમાં મોટાઓ જેવી અન્ય બીમારી વધુ પ્રમાણમાં હોતી પણ નથી.
કોવિડમાં હમેશા સમય જઈને સ્ટ્રેટેજી બદલવી પડે. ૧૦ થી ૧૭ વર્ષના બાળકો પર થોડા સમય પહેલા એક અભ્યાસ થયો જેમાં ૧૦ ટકા સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે, જાે કે તમામ તૈયારીઓ શરૂ કરાઇ છે એટલે ડરવાની જરૂર નથી. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ત્રીજા વેવની શક્યતાને જાેતા તૈયારીઓ શરૂ કરાઇ છે. સિવિલ હોસ્પિટલમાં ૨૪૬ બેડ બાળકો માટે તૈયાર છે, કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર દિલીપ માવલંકરે જણાવ્યું કે, પહેલા વેવ કરતા બીજા વેવમાં અમદાવાદમાં ૧૬ ગણા અને ભારતમાં ૪ ગણા કેસ આવ્યા, હવે ત્રીજી વેવ આવે તો ૩૦ ગણા કેસ આવે એ રીતે તૈયારીઓ કરવી પડે.. જાે કે ત્રીજાે વેવ ના આવે તો સારું.. ઝડપથી નવી હોસ્પિટલ ઉભી કરી શકાય તેની તૈયારી જરૂરી છે.
માસ્ક અને વેકસીનેશન પર ખાસ ધ્યાન આપવું જરૂરી. બીજા વેવમાં આપણે શીખ્યા કે અંતિમ સમયે કૂવો ખોદવા ના જવાય.. આંકડાઓ હશે તો સરળતાથી પહોંચી વળીશું.. સર્જીકલ લોકડાઉન એટલે જ્યાં આંકડા વધે ત્યાં લોકડાઉન કરવું પડે, જેથી સંક્રમણ પણ કાબુ ઝડપથી મળી જાય.

Related posts

भारत का ब्रह्मास्त्र : ध्वनि से 6 गुना तेज प्रक्षेपास्त्र तकनीकि का परीक्षण

editor

सनी लियोनी ने बताया कैसे रहें सेट पर सुरक्षित

editor

રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા ૧૦ની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1