Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા ૧૦ની ધરપકડ

પબજી ગેમથી બાળકો પર પડી રહેલી અસરને કારણે રાજકોટ શહેર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પબજી ગેમ પર થોડાક દિવસો પહેલા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં શહેરમાં કોઇને ખબર ન પડે તેમ પબજી ગેમ લોકો રમી રહ્યા હતા. તેની સામે શહેર પોલીસે લાલ આંખ કરતા આજે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને આ ઘટનામાં પબજી રમતા રાજકોટના દસ લોકોને ઝડપી લીધા હતા. જો કે, બાદમાં પકડાયેલા તમામ લોકોને જામીન પર મુકત કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, થોડાક દિવસ પહેલા રાજકોટ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં પોલીસને આ ગેમ રમાતી હોવાની માહિતી મળતાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેમને લઇને એવું કહેવાઇ રહ્યું છે કે, પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જાય છે. આ ગેમના કારણે બાળકોનું ભણતર પણ બગડે છે, જેથી તેમના વાલીઓની અવાર નવાર ફરિયાદ રહેતી હોય છે. ત્યારે શહેર પોલીસે આજે બે અલગ અલગ બનાવમાં દસ લોકોની ધરપકડ કરીને આકરી કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે રાજકોટ શહેરમાં પબજી ગેમ ખાનગીમાં રમતા લોકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસ દ્વારા પકડાયેલા સાત લોકોને બાદમાં જામીન પર મુકત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં તા.૯મી માર્ચથી પબજી ગેમ પર પ્રતિબંધ ફરમાવતાં જાહેરનામાનો અમલ શરૂ થયો છે. આ અગાઉ સુરતમાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલ કચ્છ જિલ્લામાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. કચ્છમાં અવાર નવાર ફરિયાદો ઉઠી રહી હતી કે, આ ગેમથી બાળકો-યુવાનનો વર્તન પર અસર થઇ રહી છે. જેથી પોલીસે જાહેર અપીલ કરી છે કે, તમારી આસપાસ કોઇ પબજી ગેમ રમતું હોય તો અમને જાણ કરો, તમે નજીકના પોલીસ મથકમાં જાણ કરી શકો છો.

Related posts

રૂ. ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે શ્રી પ્રમુખ સ્વામીમહારાજ દ્રારનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી જશાભાઈ બારડ

aapnugujarat

પ્રધાનમંત્રી મોદીએ હજીરા – ઘોઘા રો – પેક્સ ફેરી સર્વિસનું ઉદ્‌ઘાટન કર્યું

editor

ખનીજ ચોરી : તાલાલાના કોંગી સભ્ય બારડ સસ્પેન્ડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1