Aapnu Gujarat
Uncategorized

અમદાવાદીઓએ કરફ્યૂ/ટ્રાફિક નિયમો તોડીને ભર્યો અધધ દંડ

કોરોનાની મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો માર જનતા પર પડી રહ્યો છે. તો બીજી બાજુ મોંઘવારીના માર વચ્ચે પણ લોકો સુધારવા માંગતા નથી. લોકો કરફ્યૂના નિયમોનું પાલન કરતા નથી સાથે ટ્રાફિક અને આરટીઓના નિયમોની ઐસી તૈસી કરી રહ્યા છે. પરંતુ નિયમનોનું પાલન કરવું કેટલાક લોકો માટે ભારે પડી રહ્યું છે.રાત્રી દરમિયાન કામ વગર નીકળતા લોકો તેમજ નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં જેમાં છેલ્લા ૪ મહીના આરટીઓમાં ૭૬૫૯ કેસ નોંધાયા છે.અને ૧ કરોડ ૩૦ લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.જાન્યુઆરીમાં ૩૮૦૩ કેસ નોંધાયા છે. જેની સામે ૬૫ લાખ ૬૫ હજાર દંડ વસૂલવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં ૧૬૬૨ કેસ નોંધાયા છે. જેની સામે ૨૮ લાખ ૩૧ હજાર દંડ વસૂલવામાં આવ્યો છે. માર્ચાં ૧૭૫૨ કેસ નોંધાયા છે. જેની સામે ૩૧ લાખ ૯૫ હજારદંડ વસૂલવામાં આવ્યો છે. એપ્રિલમાં ૪૪૨ કેસ નોંધાયા છે. જેની સામે ૬ લાખ ૩૦ હજારદંડ વસૂલવામાં આવ્યો છે.આરટીઓ બી. વી. લિબસિયાએ જણાવ્યું છે કે, વાહન ચાલકો નિયમોનું પાલન કરતા નથી. જેના કારણે દંડ કરવો પડે છે. ત્યારે તમામ વાહન ચાલકોને અપીલ કરી છે કે, રોડ સેફટીના નિયમોનું પાલન કરો. કોવિડની ગાઈડલાઈન પાલન કરો અને પી યુ સી, આર સી બુક, ઈનસ્યુરન્સ, લાયસન્સ વાહન ચલાવતી સમયે સાથે રાખવા જોઈએ. જો વાહન ચાલકો નિયમોનું પાલન કરશે તો દંડ ભરવો નહિ પડે.

Related posts

રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરીે

editor

રાણીપાટમા કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

editor

महाराष्ट्र में भूकंप के झटके

editor

Leave a Comment

UA-96247877-1