Aapnu Gujarat
ટેકનોલોજી

ટ્‌વીટર કરશે ભારતને મદદ, કોરોના સામે લડવા માટે ડોનેટ કર્યા ૧.૫ કરોડ ડોલર

સોશ્યલ મીડિયા કંપની ટ્‌વીટરે ભારતમાં કોવિડ-૧૯ સંકટ સામે લડવા માટે ૧.૫ કરોડ ડોલર આપ્યા છે. નોંધનીય છે કે ભારત કોરોના રોગચાળાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. ટ્‌વીટરના સીઈઓ જેક પેટ્રિક ડોર્સીએ સોમવારે ટ્‌વીટ કર્યું હતું કે, આ રકમ કેર, એડ ઈન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલ યુએસએને દાન કરવામાં આવી છે. જેમાં કેરને ૧ કરોડ ડોલર આપવામાં આવ્યા છે, જ્યારે એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલ યુએસએને ૨૫-૨૫ લાખ ડોલર આપવામાં આવ્યા છે.ટિ્‌વટરે એક નિવેદનમાં કહ્યું છે કે સેવા આંતરરાષ્ટ્રીય એક હિન્દુ આસ્થા આધારિત માનવતાવાદી અને બિન નફાકારક સેવા સંસ્થા છે. આ અનુદાનથી સેવા ઇન્ટરનેશનલના ’હેલ્પ ઈન્ડિયા ડિફિટ કોવિડ-૧૯’ અભિયાન અંતર્ગત ઓક્સિજન કન્સન્ટ્રેટર, વેન્ટિલેટર, બાયપેપ(બાઈલેવલ પોઝિટિવ એરવે પ્રેશર) મશીનો ખરીદવામાં આવશે.આ સાધનો સરકારી હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટર્સ અને હોસ્પિટલોમાં વહેંચવામાં આવશે. આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા સેવા ઇન્ટરનેશનલના ઉપાધ્યક્ષ(માર્કેટિંગ અને ફંડ ડેવલપમેન્ટ) સંદીપ ખડકેકરે ડોર્સીનો દાન બદલ આભાર માન્યો અને કહ્યું કે તેનાથી સેવાના કારણને માન્યતા મળી છે. તેમણે પીટીઆઈ ભાષાને જણાવ્યું કે અમે સ્વયંસેવકો દ્વારા સંચાલિત બિન નફાકારક સંસ્થા છીએ. તેમજ બધાની સેવામાં વિશ્વાસ કરીએ છીએ. સેવાનો વહીવટી ખર્ચ લગભગ પાંચ ટકા જેટલો થાય છે, એટલે કે દાન કરાયેલા દરેક ૧૦૦ ડોલરમાંથી ૯૫ ડોલર લોકો પર ખર્ચવામાં આવે છે, જેમના માટે દાન મળે છે.સેવા યુએસએના હ્યુસ્ટન મુખ્ય મથકે ભારતમાં કોવિડ ૧૯ રાહત કામગીરી માટે અત્યાર સુધીમાં ૧.૭૫ મિલિયન ડોલર એકત્રિત કર્યા છે. કેર એ વૈશ્વિક ગરીબી સામે લડતી અગ્રણી માનવતાવાદી સંસ્થા છે. એસોસિયેશન ફોર ઈન્ડિયા ડેવલપમેન્ટ(એડ) એ એક સ્વૈચ્છિક સંસ્થા છે, જે ટકાઉ, સમાન વિકાસને પ્રોત્સાહન આપે છે.

Related posts

ભારતીય મૂળના નીલ મોહન હવે યુટ્યુબના સીઇઓ બનશે

aapnugujarat

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડાઉન થતાં કરોડો યુઝર્સ પરેશાન

editor

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં યુ-ટ્યૂબ ઠપ

editor

Leave a Comment

UA-96247877-1