Aapnu Gujarat
મનોરંજન

યુવિકા ચૌધરીએ વાલ્મિકી સમાજનું કર્યુ અપમાન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તાએ હાલમાં જ સો.મીડિયા પર વીડિયો શેર કર્યો હતો, જેમાં તે જાતિસૂચક શબ્દો બોલતી દેખાઈ હતી. આ ઘટના બાદ બબીતાની મુશ્કેલીઓ વધવા લાગી છે. અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં પણ તેના વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે. ત્યારે હવે ફરી એક વાર અન્ય અભિનેત્રી પણ વિવાદમાં ફસાઈ છે. તે પણ આવા જાતિસૂચક શબ્દો બોલતા પકડાઈ છે. સોશિયલ મીડિયા પર તેને અરેસ્ટ કરવાની માગ થઈ રહી છે. યુવિકા ચૌધરીએ સો.મીડિયા પર પોતાના બ્લોગ શેર કર્યો છે. જેમાં પ્રિંસ નરુલા પોતાના હેરકટ કરાવી રહ્યો છે અને યુવિકા વીડિયા બનાવી રહી છે. વીડિયો બનાવતા યુવિકા કહી રહી છે કે, જ્યારે પણ હુ બ્લોગ બનાવતી હોવ છું, હુંપ.* માફક આવીને ઉભી રહી જાવ છુ. મને આટલો સમય મળતો જ નથી કે, પોતાની જાતને સારી રીતે સજાવી શકુ. હું અત્યંત બેકાર લાગૂ છે અને પ્રિંસ મને તૈયાર થવાનો સમય નથી આપતો.
હાલમાં ચાલી રહેલ પ્રસિધૃધ કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મહિલા કલાકાર મુનમુન દત્તા ઉર્ફે (બબીતા) દ્વારા વાલ્મીકી સમાજ વિશે એક વિડીયો મારફતે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી છે અને હાલ આ વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે જેમાં મહિલા કલાકાર દ્વારા પોતે યુટયુબ પર આવવાની છે તેમ જણાવી અનુ.જતિ વિરૂધ્ધ અપમાનજક શબ્દો ઉચ્ચાર્યા હતાં જેનો સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વાલ્મીકી સમાજના લોકો સામે રોષ જોવા મળી રહ્યો છે અને વાલ્મીકી સમાજના લોકોની લાગણી દુભાય છે ત્યારે ભારતીય સંવિધાનમાં દરેક વ્યક્તિ માટે સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે અને દરેક વ્યક્તિ તથા દરેક સમાજના લોકોને સમાનતાનો અધિકાર પ્રાપ્ત થયો છે.

Related posts

‘ધૂમ ૪’માં શાહરૂખ અને રણબીર કપૂર કામ કરે તેવી શક્યતા

aapnugujarat

દીપિકા ૨૦૨૧માં છવાયેલી રહેશે

editor

ऋचा ने पायल घोष के खिलाफ किया मानहानि केस

editor

Leave a Comment

UA-96247877-1