Aapnu Gujarat
મનોરંજન

આર્થિક સંકટનો સામનો કરી રહી છું : સોના મહાપાત્રા

કોરોના મહામારીના કારણે ઘણા લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, કેટલાક સેલેબ્સ પણ કામ કરવાનું બંધ થતા નાણાકીય મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા કલાકારોએ સો.મીડિયા પરની પોસ્ટ્‌સ દ્વારા તેમને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે પ્રખ્યાત ગાયિકા સોના મહાપાત્રાએ સો.મીડિયા દ્વારા લોકોને કહ્યું છે કે તે ખુબજ મુશ્કેલીમાં છે અને આર્થિક સંકટનો સામનો કરી રહી છે. સોનાએ દર્દ વ્યક્ત કરતા કહ્યું, મારી પાસે જેટલી બચત હતી તેનુ રોકાણ થઇ ગયુ છે હવેનો સમય કેમ પસાર કરવો એ એક મોટી સમસ્યા છે. લોકડાઉન દરમિયાન તેનું કામ પણ અટકી ગયું છે. સોના મહાપત્રાએ એક પોસ્ટ સાથે પોતાની એક તસવીર શેર કરી છે. સોના મહાપાત્રાએ તેના ટિ્‌વટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં સિંગરે એક તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘દર્દથી ભાગી શકાય નહીં, પરંતુ તેનાથી પરેશાન થવું કે નહી તે તમારા પર છે. સમય બહુ ખરાબ છે મારા જેવા કેટલાયે લોકો મુશ્કેલી સામે લડી રહ્યા છે મદદ માગુ તો પણ કોની પાસે. મારી ફિલ્મ’ શટ અપ સોના લોકપ્રિય થઇ છે એવોર્ડ જીતી ચુકી છે પણ મારા માટે આર્થિક સમસ્યાતો એ જ રહી છે.
સોના મહાપાત્રાની ટિ્‌વટ ખુબજ વાયરલ થઈ ગઈ અને લોકોએ સિંગરની પોસ્ટ પર ટિપ્પણી કરી અને તેને હિંમત રાખવાની સલાહ આપી છે.કેટલાક લોકોએ લખ્યું, આ ખરાબ સમય પણ પસાર થઇ જશે. હુ તમારા માટે પ્રાર્થના કરીશ આ સિવાય કેટલાક લોકોએ તેની ફિલ્મની સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે. સોના મહાપત્રા તેના બેબાક અંદાજથી જાણીતી છે. ગયા વર્ષે તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, છેલ્લા ઘણા દિવસોથી મારી પાસે કોરોના પર આધારીત ગીતો બનાવવા માટેની ઓફર્સ આવી રહી છે પરંતુ મેં બધી ઓફર્સને નકારી દીધી છે કારણ કે હું માનું છું કે સંગીત ખુદમાં આરામ આપે છે અને ક્યાંક મારું માનવું છે કે આપણે કોરોના પર આધારીત ગીતો બનાવવાની જરૂર નથી. ‘ સોનાના આ નિર્ણયની પ્રશંસા થઇ હતી.

Related posts

शिल्पा शिंदे करेंगी सलमान की फिल्म से बॉलिवुड डेब्यू

aapnugujarat

સુશાંત સિંહની બહેન શ્વેતાનો ભાઇ માટે ઇમોશનલ વીડિયો, જુઓ વીડિયો

editor

મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા સમીક્ષા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1