Aapnu Gujarat
મનોરંજન

સુશાંત સિંહની બહેન શ્વેતાનો ભાઇ માટે ઇમોશનલ વીડિયો, જુઓ વીડિયો

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને એક મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે પરંતુ તેની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિ હજી પણ આઘાતમાં છે.. શ્વેતા સિંહ અવાર-નવાર સોશિયલ મીડિયામાં સુશાંત સાથે જોડાયેલી યાદો શેર કરતી હોય છે. હાલમાં જ શ્વેતાએ સુશાંતનો એક વીડિયો શૅર કર્યો હતો.

વીડિયોમાં સુશાંત ક્યારેક ગિટાર વગાડે છે તો ક્યારેક સ્કેચિંગ કરે છે, નિશાનેબાજી કરે છે, ગીતા સાંભળે છે, મોબાઈલમાં વીડિયો બનાવે છે, ડૉગી સાથે રમે છે, ક્રિકેટ રમે છે, પુસ્તક વાંચે છે, બાસ્કેટબોલ રમે છે, મોબાઈલમાં ગેમ રમે છે. પ્લેનમાં પાઈલટની બાજુમાં બેઠેલો જોવા મળે છે. આ ઉપરાંત તે દૂરબીનથી તારા જુએ છે, કાર ડ્રાઈવ કરે છે, મિત્રો સાથે મસ્તી કરે છે અને સૌથી છેલ્લે ગોવિંદાના ગીત પર ડાન્સ કરે છે.

વીડિયો શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, ‘મારો હંમેશાંનો સ્ટાર, એક દુઃખ એટલું અણમોલ અને નજીકનું છે કે તમે આના માટે વિશ્વમાં કોઈની સાથે ભાગીદારી કરવા ઈચ્છશો નહીં. એક ઘા એટલો ઊંડો છે, એટલો ગંભીર છે કે તમે ક્યારેય તેને કોઈની સાથે શૅર કરશો નહીં અને ના કરી શકશો.’

વીડિયોની શરૂઆતમાં ‘ન્યૂરૉન્સ તથા વાર્તાઓની વચ્ચે ક્યાંકને ક્યાંક જન્મેલો હતો, સપના જોયા અને મરી ગયો આવુ લખેલ છે અને ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતનું નામ લખીને આવે છે.

Related posts

अक्षय कुमार के साथ काम करना घर वापसी जैसा है : कटरीना कैफ

aapnugujarat

जैक स्नायडर की फिल्म में नजर आएंगी हुमा कुरैशी

aapnugujarat

રાજકારણ માટે કમલ હાસને ફિલ્મોને અલવિદા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1