Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

UAEનું પહેલું મંગળ મિશન HOPE થયું લોન્ચ, જાણો સંપૂર્ણ વિગત

સંયુક્ત અરબ અમીરાત UAEનું માર્સ મિશન હોપ પ્રોબ આજે જાપાનથી તેના સ્થાનિક સમય સવારે 6 વાગ્યેને 58 મિનિટે તનેગાશિમા સ્પેસ સેન્ટરથી અવકાશમાં જવા લોન્ચ થયું. UAEનું આ મિશન મંગળ ગ્રહ પર ગયું છે. જો કે હવામાને ખલેલ પાડી હતી. તેના લીધે પહેલાં તેનું લોન્ચિંગ ટાળવું પડ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રએ UAEના આ મિશનની પ્રશંસા કરતા કહ્યું કે આ UAEનું માર્સ મિશન સમગ્ર દુનિયા માટે એક યોગદાન છે. આ યાનમાં કોઈ માણસ ગયું નથી. તેની લાઇવ ફીડ પણ બતાવવામાં આવી હતી. આ યાન પર અરબી ભાષામાં ‘અલ-અમલ’ લખેલું હતું. જેનો અરેબિક ભાષામાં અર્થ આશા થાય છે. આ યાને દક્ષિણ જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.

લોન્ચ થયાના થોડા જ સમયમાં, રોકેટ્સ ઉત્પાદક મિત્સુબુશી હેવી ઇન્ડસ્ટ્રીએ કહ્યું, ‘અમે H-IIA લોન્ચ વ્હિકલ નંબર 42 (H-IIA F42) ને લોન્ચ કર્યું છે આ મિશન જાપાની સમય મુજબ સવારે 6:58:14 કલાકે લોન્ચ કરાયું છે. ભારતીય સમય અનુસાર આ મિશન સવારે 3:28 વાગ્યે લોન્ચ થયું. લોન્ચના પાંચ મિનિટ બાદ આ ઉપગ્રહ સાથેનું યાન પોતાના માર્ગ પર હતું. તેણે તેની યાત્રાનું પહેલું સેપરેશન પણ કરી લીધું હતું. UAEનું મંગળ મિશન હોપ પ્રોબ મંગળ પર ભવિષ્યમાં માનવ મિશન માટે મહત્વપૂર્ણ હશે. આ મિશન મંગળ પર ધૂળના વિશાળ તોફાનો અને તેના વાયુમંડળ વિશે રિસર્ચ માટે ડેટા ઉપલબ્ધ કરાવશે. અરબના દેશોનું આ પ્રથમ ઇંટરપ્લેનેટરી મિશન ફેબ્રુઆરી 2021માં મંગળની કક્ષામાં પહોંચવા માટે સાત મહિના સુધી 493.4 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે. મંગળ ગ્રહના વાતાવરણને પરખવા તેમાં લેટેસ્ટ સેન્સર અને કેમેરા છે, જે ધૂળ અને ઓઝોનનું સ્તર ચેક કરશે. ગ્રહ પર હાઈડ્રોજન અને ઓક્સિજનનું લેવલ પણ ચેક થશે.

ઉલ્લેખનીય છે કે જાપાનમાં આવેલા તનેગાશિમા આઈલેન્ડ પરથી માર્સ મિશન 15 જુલાઈએ લોન્ચ થવાનું હતું, પણ ખરાબ વાતાવરણને લોન્ચિંગ કેન્સલ કરવું પડ્યું છે. અમીરાતનો પ્રોજેક્ટ મંગળ જનાર ત્રણ પ્રોજેક્ટમાંથી એક છે. તેમાં ચીનના તાઇનવેન-1 અને અમેરિકાના મંગળ 2020 નો પણ સમાવેશ છે. તેઓ એ સમયનો લાભ લઈ રહ્યા છે જ્યારે પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. નાસાના મતે, ઓક્ટોબરમાં મંગળથી પૃથ્વીનું અંતર અપેક્ષાકૃત 38.6 મિલિયન માઇલ (62.૦7 મિલિયન કિલોમીટર) ઓછું હશે.

‘હોપ’ ફેબ્રુઆરી 2021 માં મંગળની કક્ષામાં પહોંચવાની સંભાવના છે. સાત અમીરાતનો સમાવેશ કરતા યુએઈ બન્યાની 50 મી વર્ષગાંઠ પણ થશે. ત્યારબાદ આ એક મંગળ વર્ષ એટલે કે 687 દિવસ સુધી તેની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવશે. 1960 ના દાયકાથી મંગળ પર અનેક મિશન મોકલવામાં આવ્યા છે. તેમાંના મોટા ભાગના અમેરિકન હતા. ઘણા ત્યાં પહોંચી શક્યા ન હતા અથવા ત્યાં લેન્ડ થઇ શકયા નહોતા.

Related posts

More than 1.2 million people died due to Covid-19 in world

editor

આતંકી હાફીઝ સઈદે ભારતને આપી ધમકી, નવા વર્ષ દરમિયાન કરશે આતંકી હુમલો

aapnugujarat

काबुल में प्रदूषण से 17 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1