Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર સાંસદ દ્વારા પત્રકાર સાથે ગેરવર્તન બાબતે આવેદનપત્ર અપાયું

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે, સુરેન્દ્રનગરના સાંસદ દ્વારા પત્રકારો સાથે ગેરવર્તન અને બેહુદી ભાષાના પ્રયોગ કરવાનો મામલો સામે આવ્યો છે. જેમા સુરેન્દ્રનગરના પત્રકાર સાથે સાંસદ દ્વારા કોઇ મતભેદ બાબતે બોલાચાલી થઇ હતી અને તેવા સમયે સાંસદ દ્વારા એક રાજકીય પ્રતિનિધિને શોભે નહી તેવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી પત્રકારને ગાળો આપી હતી. જોકે આ મુદ્દો છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરના રાજકારણ જગતમાં ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લાના પત્રકાર સાથે સાંસદ કરેલા ગેરવતઁનથી ધ્રાગધ્રા પત્રકાર સંગઠન દ્વારા સાંસદ પર કાયદેસર કાયઁવાહી કરી શિક્ષાત્મક પગલા ભરવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ. જેમા જણાવ્યુ હતુ કે સાંસદ દ્વારા બેહુદી ભાષાનું વતઁન કરી પત્રકારોને દબાવવાનો પ્રયાસ કયોઁ હતો. જે મુદ્દાને પત્રકારો દ્વારા વખોડી સાંસદ પર કાયદેસરની કાયઁવાહી કરવાની માંગ સાથે ધ્રાગધ્રા શહેરના પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતુ.

Related posts

૫૦ માઇક્રોન કે વધુ જાડાઇના પ્લાસ્ટિક કપનો ઉપયોગ માન્ય : હાઈકોર્ટ

aapnugujarat

वडोदरा में 5 इंच बारिश

aapnugujarat

ભાજપ સંકલ્પપત્ર : વડોદરા અને સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ કરવા વચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1