Aapnu Gujarat
રમતગમત

ઋષભ પંત ખતરનાક ખેલાડી : શેન જુર્ગનેસ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઈનલ આવતા મહિને યોજાવાની છે. ૧૮ થી ૨૨ જૂન દરમિયાન સાઉથમ્પ્ટનમાં યોજાનારી આ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટકરાશે. ટેસ્ટને આકર્ષક બનાવવા માટે આઇસીસી દ્વારા ૨૦૧૯માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આ મેચ પહેલા ન્યૂઝીલેન્ડના બોલિંગ કોચ શેન જુર્ગનેસેને ભારતીય વિકેટકીપર ઋષભ પંત વિશે મોટું નિવેદન આપ્યું છે. તેઓ કોને પોતાનો સૌથી મોટો માથાનો દુખાવો માને છે? વિરાટ કોહલી? રોહિત શર્મા? ચેતેશ્વર પૂજારા? તમને જાણીને આશ્ચર્ય થશે, તેમાંથી કોઈ નહીં. તે કહે છે કે પંત તેમના માટે મોટો ખતરો હોઈ શકે છે.
શેન જુર્ગનેસને કહ્યું, ઋષભ પંત એક ખૂબ જ ખતરનાક ખેલાડી છે, જે રમતને પોતાની રીતે બદલી શકે છે. અમે જોયું કે તેણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેંડ સામે કેટલું સારું પ્રદર્શન કર્યું. તે ખૂબ જ સકારાત્મક વિચારશરણી વાળો ખેલાડી છે. તેની વિકેટ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે તેની માટે તક પણ આપે છે. તેમણે કહ્યું, અમારા બોલરોએ સારૂ પ્રદર્શન કરવા, શાંત રહેવા અને પંત માટે રન બનાવવા બને તેટલા મુશ્કેલ બને તે જરૂરી છે. તે ખુલીને રમનારો બેટ્‌સમેન છે અને જ્યારે તે ફોર્મમાં છે ત્યારે તેને રોકવો મુશ્કેલ છે. આપણે આને ધ્યાનમાં રાખવું જોઈએ.
ન્યૂઝીલેન્ડ પાસે સારૂ બોલિંગ આક્રમણ છે. ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી અને કાયલ જેમ્સન જેવા સારા બોલરો છે. પરંતુ જુર્ગેસને યુવા જેમીસનની પ્રશંસા કરી. કાઈલ જેમીસન આઈપીએલ ૨૦૨૧માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો હતો. તેમણે કહ્યું, જેમિસન વિરાટ સાથે આરસીબીમાં રમ્યો છે અને તેમાં કોઈ શંકા નથી કે તેણે બીજા એક સાથે વાત કરી હશે, જે સંભવિત રીતે આ ફાઈનલમાં જોવા મળશે. રસપ્રદ સમય આવી રહ્યો છે. મને ખાતરી છે કે કાઈલને જોવામાં આનંદ થશે. તેની ટેસ્ટ કારકિર્દી અત્યાર સુધીમાં તેજસ્વી રહી છે. ફાઇનલ પહેલા ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમીને અમને સારી તૈયારી કરવાની તક મળી છે.
ભારતના બોલિંગ એટેક પર શેન જુર્ગેસને કહ્યું, ભારત પાસે એક પડકારજનક બોલિંગ આક્રમણ છે. તેમની પાસે બોલિંગના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. અમે જસપ્રીત બુમરાહથી લઈને શાર્દુલ ઠાકુરનો સામનો કરી શકીએ છીએ. શાર્દુલ એક મહાન ઓલરાઉન્ડર છે અને તેણે ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે મોહમ્મદ સિરાજ પણ લારા ફોર્મમાં છે. અહિયાં સુધી કે તેના સ્પિનરો પણ અમેઝિંગ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. આ એક ટેસ્ટ બોલરોનુ મહાન ગ્રુપ છે.

Related posts

Rohit Sharma is in a different class at WC 2019 : KL Rahul

aapnugujarat

રણજી ટ્રોફીઃ પુજારાની સદી સાથે સૌરાષ્ટ્રની ટીમ ફાઇનલમાં

aapnugujarat

ऑस्ट्रेलिया ने भारत को दिया 328 रन का लक्ष्य

editor

Leave a Comment

UA-96247877-1