Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા અને નિક જોનસે ફંડ રેઇઝીંગ દ્વારા ૨૨ કરોડ ભેગા કર્યા

દેશ કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે અને લાખો લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા સેલેબ્સ આગળ આવીને મદદ કરી રહ્યા છે. ઘણા સેલેબ્સ લોકોને ખાનગીમાં મદદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક સ્ટાર્સ ભંડોળ ઉભું કરી રહ્યા છે જેથી તેઓ લોકોને પણ મોટા પાયે મદદ કરી શકે. જેમાં બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ છે.
પ્રિયંકાએ તેમના પતિ નિક સાથે મળીને ફંડ રેઇઝીંગ દ્વારા ૨૨ કરોડ રૂપિયા ભેગા કર્યા છે. પ્રિયંકાએ સો.મીડિયા પર આ માહિતી શેર કરી હતી. પ્રિયંકા અને નિકે આ રકમ ‘ગિવ ઈન્ડિયા’ ના નામે ભેગી કરી છે, જે કોરોના રોગચાળા સામે લડવામાં દેશને મદદ કરશે. હવે જ્યારે આ નાણાં ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, ત્યારે પ્રિયંકાએ ગિવ ઇન્ડિયાના સીઈઓ સાથે વાતચીતમાં કહ્યું છે કે આ નાણાંનો ઉપયોગ ક્યાં કરવો તે જોવું જોઈએ.
પ્રિયંકાએ લખ્યું, ‘અતુલ સતીજાએ’ ગિવ ઈન્ડિયા ‘ના સીઈઓ સાથેની વાતચીતમાં કેટલાક પ્રશ્નોના જવાબો આપ્યા હતા અને તે સ્થળો પર પણ ચર્ચા કરી જ્યા અમારુ ફંડ રેઇઝીંગ ‘ ટુગેધર ફોર ઈન્ડિયા’ માં ભેગા કરેલા આ રકમનો ઉપયોગ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ઉણપને દૂર કરવા અને વેક્સિન સપોર્ટ માટે કરવામાં આવશે. ‘
પ્રિયંકા ચોપરાએ ભારતમાં કથળતી સ્થિતિ જોઈને અમેરિકન રાષ્ટ્રપતિને ભારતને વેક્સિન આપવા માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મારા દેશની પરિસ્થિતિ નાજુક છે. તેમણે એક પોસ્ટ શેર કરીને લખ્યુંઃ ‘મારું દિલ તૂટી ગયું છે. ભારત કોરોનાથી પીડિત છે. અમેરિકાએ ૫૫૦ મિલિયનથી વધુ રસી ઓડર કરી છે. જો કે, આટલાની જરૂરત નથી.
ફંડ રેઇઝીંગ કરતી વખતે લોકોની મદદ મેળવવા બદલ પ્રિયંકાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ‘ઘણા બધા લોકોની મદદ કરવા માટે, આટલા લોકોને મદદ કરતા જોઈને ખૂબ આનંદ થાય છે. આપણે આ વાયરસને હરાવવાની જરૂરત છે, અને આ કરવા માટે આપણા બધાની જરૂરત છે. મારો દિલથી, આભાર. ‘

Related posts

BMC पर ट्वीट कर ट्रोल फसे अक्षय कुमार, लोगो ने उठाया नागरिकता का मुद्दा

aapnugujarat

ફરહાન સાથે પ્રિયંકા ચોપડા કામ કરવા સહમત

aapnugujarat

રિચા ચડ્ડા ઘુમકેતુ ફિલ્મને લઇને આશાવાદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1