Aapnu Gujarat
રમતગમત

ક્રિસે ગેઇલનું માલદિવમાં વધુ એક પરાક્રમ

આઇપીએલ ૨૦૨૧ સ્થગીત થયા બાદ વિદેશી ક્રિકેટરોને માલદિવ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ઓસ્ટ્રેલીયન અને વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરો માલદિવમાં રોકાણ કર્યુ હતુ. આ દરમ્યાન આ આરામના દિવસોને ખેલાડીઓએ કોરોનાની ચિંતા વચ્ચે હળવા રહેવા મોજ મસ્તી સાથે પસાર કર્યા હતા. ખાસ કરીને માલદિવમાં સૌથી વધારે આનંદ ક્રિસ ગેઇલે ઉઠાવ્યો છે. ગેઇલના મસ્તી ભરી તસ્વીરો અને તેના પરાક્રમો સો.મીડિયા પર જાેવા મળતી રહેતી હતી. આ દરમ્યાન તે દરિયા ના તળીયે પાણીમાં પુશઅપ કરી રહ્યો હોવાનો વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. વિડીયો મુજબ તે દરિયામાં વર્ક આઉટ કરે છે અને દરિયામાં રહેલી રંગબેરંગી માછલીઓને પકડવા માટે ની મસ્તિ પણ કરે છે. ક્રિસ ગેઇલ આઇપીએલ ૨૦૨૧ ની સિઝનમાં આમ તો કોઇ ખાસ પ્રભાવ ઉભો કરી શક્યો નહોતો. તેણે પોતાની ટીમ પંજાબ કિંગ્સ તરફ થી ૮ મેચ રમી હતી. જે દરમ્યાન તેણે ૨૫.૪૨ ની સરેરાશ થી ૧૭૮ રન બનાવ્યા હતા. જાેકે તેણે આઇપીએલ ૨૦૨૧ ની સિઝનમાં રમતી વેળા ટુર્નામેન્ટમાં ૩૫૦ છગ્ગા લગાવનારો તે પ્રથમ બેટ્‌સમેન બનાવની ઉપલબ્ધી હાંસલ કરી હતી. આઇપીએલમાં તે સૌથી વધારે છગ્ગા લગાવનારો બેટ્‌સમેન છે. આઇપીએલમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ ક્રિસ ગેઇલના નામે નોંધાયેલો છે.
આઇપીએલ ૨૦૨૧ ને કોરોના વાયરસના વધતા જતા પ્રમાણને લઇને અશ્નિત સમય સુધી રોકી દેવાઇ હતી. લીગની બાકી રહેલી ૩૧ મેચોને રમાડવા માટેના આગળના આયોજનને લઇને હાલ સુધી કોઇ જ સ્પષ્ટતા સામે આવી નથી. લીગ દરમ્યાન બાયોબલમાં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઇને કોરોના સંક્રમણ લાગવાને લઇને ટુર્નામેન્ટને રોકી દેવાઇ હતી.

Related posts

પંતની રમતમાં નિખાર આવશે અને ધમાકેદાર પ્રદર્શન કરશેઃ રિકી

editor

Third T20 : South Africa defeated India by 9 wickets

aapnugujarat

द. अफ्रीका टेस्ट टीम के चोटिल रूडी की जगह लेंगे क्लासन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1