Aapnu Gujarat
રમતગમત

ભારત નહીં જીતી શકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : માઇકલ વોને

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ લીગની પ્રથમ ફાઇનલ આગામી મહિને રમાશે. ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં ૧૮થી ૨૨ જૂન વચ્ચે આ મેચ રમાવાની છે. ઈંગ્લેન્ડમાં રમાનાર આ મુકાબલાને લઈને અત્યારથી અટકળો લગાવવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને તો ત્યાં સુધી કહી દીધુ કે ફાઇનલમાં ભારતને જીત મળશે નહીં.
પૂર્વ ઈંગ્લિશ કેપ્ટને કહ્યું- ન્યૂઝીલેન્ડની ટીમ જીતશે. ઈંગ્લેન્ડ કંડીશન, ડ્યૂક બોલ અને ભારતનો એક બાદ એક સતત વ્યસ્ત કાર્યક્રમ… તે થોડા સપ્તાહ પહેલા પહોંચશે અને ત્યારબાદ સીધો ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મુકાબલો રમશે. તો ન્યૂઝીલેન્ડની ટીમ આ પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે ટેસ્ટ મેચ રમશે. તમે કહી શકો કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ માટે આ વોર્મ અપ મેચ હશે, જે ફાઇનલ પહેલા તેને તૈયારીની તક આપશે.
ભારતે ઘરેલૂ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડને હરાવતા ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ વર્ષની શરૂઆતમાં સિરીઝ સ્થગિત થયા બાદ ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને કીવી ટીમ બીજા સ્થાને રહી હતી.
તેનું કહેવુ છે કે તે પ્રમાણે મારા માટે આસાન પસંદગી હશે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારત કરતા વધુ સારી રીતે તૈયાર હશે અને તેમની પાસે એવા ખેલાડી હશે, જેણે લાલ બોલથી વધુ ક્રિકેટ રમી, ખાસ કરીને ડ્યૂક બોલથી અહીં યૂકેમાં. ન્યૂઝીલેન્ડની ટીમ મારા માટે ફેવરિટ હશે.

Related posts

माराडोना कभी मर नहीं सकते : मेसी

editor

ટીમ ઇન્ડિયા પર કોરોનાનો કહેર

editor

प्रियंका ने दिलाया उत्तर प्रदेश को पहला पदक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1