Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં વાવાઝોડા બાદ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમીક્ષા બેઠક યોજી

ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, શિક્ષણ મંત્રીશ્રી અને ભાવનગર જિ્લ્લાના પ્રભારીમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર જિલ્લાની સર્કિટ હાઉસ ખાતે જિલ્લામાં તાઉ’તે વાવાઝોડા ટકરાયાં બાદની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે તેમજ જિલ્લાના વરિષ્ડ અધિકારીઓ અને પદાધિકારીઓની સાથેની સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં વાવાઝોડાની ઝડપ ઓછી રહેતી હતી અને મોટું નુકશાન થતું હતું. તેની સરખામણીમાં આ વખતે વાવાઝોડાની ઝડપ ખૂબ હતી. છતાં, રાજ્ય સરકારની સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે તાઉ’તે વાવાઝોડાથી રાજ્યમાં ઓછામાં ઓછું નુકશાન થયું છે.
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ રાજ્ય પર આવી પડેલી આ આફતના સમયે રાજ્ય સાથે છે. તેથી જ તેમણે તુરંત જ ભાવનગર જિલ્લાની સૌ પ્રથમ મુલાકાત લઇને અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લા સહિતનો એરિયલ સર્વે કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી પણ ત્રણ દિવસમાં બીજી વાર ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી.નુકશાનીનો સર્વે કરીને ઝડપથી રાહત- સહાય તથા કેશડોલ્સ સહિતની સહાય કરવામાં આવશે અને તે દ્વારા ફરીથી જનજીવન ફરીથી ધબકતું થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલતાથી કાર્ય કરવામાં આવી રહ્યું છે તેની વિગતો તેમણે આપી હતી. ભાવનગર જિલ્લામાં બાગાયતી પાકને નુકશાન થયું છે તેનો ઝડપથી સર્વે કરવામાં આવશે. કાચા મકાનોની નુકશાનીની પણ વિગતો મેળવવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, વાવાઝોડા વખતે રાજ્યમાં ઓક્સિજનનો પુરવઠો જળવાઇ રહે, વીજળી સતત ચાલું રહે, પીવાનાં પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે આગોતરું આયોજન કરીને સંવેદનશીલતાથી કાર્ય કર્યું છે, તેથી નુકશાનીની માત્રા મોટા પાયા પર ઘટાડી શકાઇ છે.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઇ વાઘાણી, કેશુભાઈ નાકરાણી, આર.સી.મકવાણા, ભીખાભાઈ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, ભાવનગર મ્યુ. કમિશનરશ્રી એમ.એ. ગાંધી, કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠૌર તથા સંગઠનના સ્થાનિક પદાધિકારીઓ-આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

राज्य के ३१ जिलों के २७५४ गांवों से गोचर बिल्कुल गायब : कांग्रेस

aapnugujarat

જજ દેસાઇએ નરોડા ગામની મુલાકાત લઇને નીરીક્ષણ કર્યું

aapnugujarat

पुलिस ने वांटेड आरोपियों को गिरफ्तार किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1