Aapnu Gujarat
ગુજરાત

જજ દેસાઇએ નરોડા ગામની મુલાકાત લઇને નીરીક્ષણ કર્યું

નરોડા ગામ કેસમાં બનાવવાળા સ્થળના નીરીક્ષણ અને અભ્યાસ અર્થે સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇ આજે સાંજે ૪-૦૦ વાગ્યે નરોડા ગામની મુલાકાત લીધી હતી. સ્પેશ્યલ જજની સાથે નરોડા ગામ કેસના સંબંધિત પક્ષકારો અને સીટના તપાસનીશ અધિકારી હિમાંશુ શુકલા પણ હાજર રહ્યા હતા. સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇ ઘટનાસ્થળની મુલાકાત લઇ રૂબરૂમાં જાતમાહિતી મેળવી હતી. સ્પેશ્યલ જજની આજની મુલાકાતને લઇ નરોડા ગામના બનાવવાળા સ્થળ ખાતે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ તૈનાત કરાઇ હતી. સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇએ કેસના સંબંધિત પક્ષકારો અને સીટના તપાસનીશ અધિકારી હિમાંશુ શુકલા પણ હાજર રહ્યા હતા. સ્પેશ્યલ જજ સંબંધિત સ્થાનોની મુલાકાત લઇ સમગ્ર પરિસ્થિતિનો જાત ચિતાર મેળવ્યો હતો. તેમણે સીટના તપાસનીશ અધિકારીને કેટલાક મુદ્દે પૃચ્છા પણ કરી હતી અને કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે પોતાના સ્ટેનોને નોંધ પણ કરાવી હતી. સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇની સાથે સીટના ત્રણ પબ્લીક પ્રોસીકયુટર એસ.સી.શાહ, ગૌરાંગ વ્યાસ અને વિહાભાઇ પટેલ ઉપરાંત બચાવપક્ષના વકીલો ચેતનભાઇ શાહ, અમિત પટેલ અને હિરેન પટેલ, ફરિયાદપક્ષના વકીલો શમશાદખાન પઠાણ સહિતના લોકો પણ હાજર રહ્યા હતા. સ્પેશ્યલ જજ નરોડા ગામના બનાવવાળા મુખ્ય એવા પંદરથી વીસ સ્થળોની મુલાકાત લઇ જાતમાહિતી મેળવી હતી, જેમાં ભરવાડવાસ, બિસમીલ્લાખાનનું મકાન, ઝુબેદા મંજિલ, ગુડલક ટાયર(બલોચ બિલ્ડીંગ), ચંદુલાલ વાણિયાની ચાલી સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. નરોડા ગામની સ્પેશ્યલ કોર્ટની આજે ઘટનાસ્થળની મુલાકાતને લઇ સમગ્ર વિસ્તારમાં પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ હતી. નરોડા ગામના ટ્રાયલના કેસની વધુ સુનાવણી હવે તા.૭મી ઓકટોબરના રોજ હાથ ધરાનાર છે. ઉલ્લેખનીય છે કે, નરોડા ગામ કેસમાં સાક્ષીઓની તપાસ અને ઉલટતપાસનો તબકકો પૂર્ણ થઇ ગયા બાદ પક્ષકારોની દલીલોનો પ્રારંભ થયો છે. નરોડા ગામ કેસમાં કુલ ૮૬ આરોપીઓ હતા, જેમાંથી એક આરોપીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી તેને બિનતહોમત મુકત કર્યો હતો. જયારે કેસના ટ્રાયલ દરમ્યાન ૧૦ જેટલા આરોપીઓ ગુજરી ગયા છે. આમ કુલ ૭૫ આરોપીઓ વિરૂધ્ધ ટ્રાયલની કાર્યવાહી હાલ ચાલી રહી છે. બચાવપક્ષના અને પ્રોસીકયુશન પક્ષના તમામ સાક્ષીઓની સરતપાસ અને ઉલટતપાસનો તબક્કો પણ પૂર્ણ થઇ ગયો છે. આ કેસમાં કુલ ૧૮૭ જેટલા સાક્ષીઓ છે. નરોડા ગામ કેસમાં તપાસનીશ એજન્સી દ્વારા જુદા જુદા સમયે મુખ્ય ચાર્જશીટ અને અન્ય પૂરવણી ચાર્જશીટો આરોપીઓ વિરૂધ્ધ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે.

Related posts

સેટેલાઈટ દુષ્કર્મ કેસ : વૃષભ પીડિતાને ઓળખતો નથી : પરિવારનો દાવો

aapnugujarat

ઈવીએમ બહાર રહ્યું કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે : ડેડીયાપાડામાં ચૂંટણી અધિકારીઓની બેદરકારી

aapnugujarat

૩૭ દિવસથી દલિત આગેવાન ઉપવાસ પર : કોઇ જ ન ફરક્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1