Aapnu Gujarat
ગુજરાત

સેટેલાઈટ દુષ્કર્મ કેસ : વૃષભ પીડિતાને ઓળખતો નથી : પરિવારનો દાવો

સેટેલાઇટના નહેરુનગર પાસે ચાલુ કારમાં વેપારીની પુત્રી પર થયેલા ફિલ્મી રહસ્યમય જેવા ગેંગ રેપના ચકચારભર્યા કેસના આરોપી વૃષભ મારૂના પરિવારજનો આજે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને વૃષભ મારૂનો બચાવ રજૂ કરતો પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. વૃષભના પરિવારજનોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, વૃષભ આ પીડિતાને ઓળખતો જ નથી. તેની આ કેસમાં કોઇ સંડોવણી જ નથી. જે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ મારફતે વૃષભને ફસાવાયો છે, તે ડમી કોઇએ બનાવ્યું હોઇ શકે છે. અમે ખુદ પોલીસ પાસે તેની તપાસ માટે ઉગ્ર માંગણી કરી છે. પરિવારજનોએ એવો પણ બચાવ રજૂ કર્યો હતો કે, વૃષભ હાલ કયાં છે તેની અમને ખબર નથી પરંતુ અમે તેન પોલીસ સમક્ષ હાજર થઇ જવા કહ્યું છે. ચકચારભર્યા દુષ્કર્મ કેસમાં પીડિતા બાદ હવે કથિત આરોપી વૃષભના પરિવારજનો મીડિયા સામે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર પ્રેમ પ્રકરણમાં વૃષભને સંડોવવામાં આવ્યો હોઇ તેવું લાગી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની ચેટ સામે આવી છે તેમાં વૃષભનું કોઇએ ડમી એકાઉન્ટ બનાવ્યું છે. પીડિતાએ વૃષભને શા માટે આ કેસમાં સંડોવ્યો તેની તપાસની માગ કરી છે. વૃષભ પીડિતાને ઓળખતો નથી અને જ્યારે ફરિયાદ નોંધાવાઇ ત્યારે તે મધ્યપ્રદેશમાં હતો. તા.ર૯મી જૂનના રોજ એક વખત વાતચીત બાદ તેનો ફોન બંધ આવતો હતો ત્યારબાદ તેનો અમારી સાથે તેનો કોઇ સંપર્ક થયો નથી. ઇન્સ્ટાગ્રામમાં જે ચેટ દર્શાવી છે તેમાં વૃષભનું કોઇએ ડમી એકાઉન્ટ બનાવ્યું હોઇ શકે છે. પીડિતાએ જે આરોપો લગાવ્યા છે તેમાં તેવી કોઇ ઘટના જ બની ન હોય તેવું લાગી રહ્યું છે. વૃષભના પરિવારજનોએ માગ કરી હતી કે આ ડમી ચેટ કોણે બનાવી છે તેની તપાસ કરાવવામાં આવે. પીડિતાના આરોપો પર સવાલો ઉઠાવતા તેઓએ જણાવ્યું હતું કે, કોઇ ઘટના બની નથી, રેપ થયો જ નથી. એક સ્ત્રી સાથે જ્યારે આવી ખરાબ હરકત કરવામાં આવે, તેના પ્રાઇવેટ પાર્ટમાં લાકડી નાખવામાં આવે તો શું સહન કરવું પડે તે એક સ્રીને જ તેની વેદનાની ખબર પડે. પીડિતા કહે છે કે, આ ઘટના બાદ તે ઘેર જતી રહી અને રૂમમાં સૂઇ ગઇ હતી. જ્યારે પણ આટલી ખરાબ હરકત જો થઇ હોય તો તે ઊભી જ ન થઇ શકે અને તાત્કાલીક સારવારની જરૂર પડે. જાહેર રોડ પર તેની સાથે ગેંગરેપ કરી ફેંકી દેવામાં આવે તો શું તેને કોઇએ જોઇ નહીં કે મદદ પણ ન કરી ? પીડિતાએ વૃષભ પર શા માટે આરોપો લગાવ્યા છે તે જાણવું જરૂરી છે. વૃષભ છોકરીને ઓળખતો નથી, નોકરીના કામ અંગે મહિનામાં ર૦ દિવસથી વધુ બહાર હોય છે તો છોકરીએ આ આરોપ શા માટે લગાવ્યો? વૃષભના પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યારે વૃષભ સાથે અમે વાતચીત કરી ત્યારે તેણે કહ્યું હતું કે તેને આ બાબતની કંઇ જ ખબર નથી. આ છોકરી કોણ છે તેની ખબર નથી. હું આ ઘટનામાં હાજર નથી. ઇન્સ્ટાગ્રામની ચેટ બાબતે તેણે જણાવ્યું હતું કે પોલીસને તમે કહો કે આ ચેટ મારી નથી. વૃષભના પરિવારજનોએ જણાવ્યું હતું કે વૃષભ ખૂબ જ સેન્સેટિવ છોકરો છે જો તે કંઇ પણ અજુગતું કરી બેસે તો તેનો જવાબદાર કોણ ? જો કે, અને તેને સલાહ આપી છે કે, તે પોલીસ સમક્ષ હાજર થઇ જાય અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપે.

Related posts

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આર્ટ એક્ઝિબિશન શરૂ

aapnugujarat

ભાજપના શાસનમાં લોકો પરેશાન છે : ધાનાણી

aapnugujarat

નમાઝની જેમ યોગ પણ મનને શાંત કરે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1