Aapnu Gujarat
ગુજરાત

નમાઝની જેમ યોગ પણ મનને શાંત કરે છે

વહેલી સવારે લોકો જ્યારે ઉઠવાની મથામણ કરી રહ્યા હોય છે ત્યારે ઝૈનબ ઠાકરાવાલા વડોદરાના આજવા રોડ પર આવેલા પોતાના યોગ ક્લાસમાં ઉત્સાહભેર પહોંચી જાય છે. ઝૈનબની વિદ્યાર્થીનીઓ પણ વહેલી સવારે અહીં પહોંચી જાય છે અને સાથે મળીને તેઓ સૂર્ય નમસ્કાર કરે છે. ઝૈનબ ઠાકરાવાલાના મોટા ભાગના વિદ્યાર્થીઓ અલવી બોહરા સમાજના હોય છે. ૫૭ વર્ષીય ઝૈનબ ૩૫ વિદ્યાર્થિનીઓને યોગ શીખવાડે છે, જેમાંથી ભાગ્યે જ કોઈ વહેલી સવારના સેશન મિસ કરે છે. પાછલા ઘણાં વર્ષોથી પોતાના સમાજમાં યોગના ફાયદા બાબતે લોકોને જાગૃત કરતા ઝૈનબ જણાવે છે કે, એક કલાકના સેશનમાં હું તેમને વિવિધ આસનની સાથે સાથે મગજને કેવી રીતે રિલેક્સ કરવાનું એ પણ શીખવાડુ છું. હું ક્યારેય મારા યોગ ક્લાસ મિસ નથી કરતી. લગભગ ૧૨ વર્ષ પહેલા ઝૈનબે પોતાની ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે યોગ શીખવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી તેણે પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હતી અને પછી અન્ય લોકોને શીખવાડવાની શરુઆત કરી હતી. ઝૈનબ જણાવે છે કે, હું નથી માનતી કે ધર્મ કોઈને પણ યોગ કરતાં અટકાવે છે. યોગમાં એવી શક્તિ છે જે પ્રત્યેક વ્યક્તિને સ્વસ્થ રાખી શખે છે. શરુઆતમાં સમાજના લોકો મારી પાસે આ પ્રશ્ન લઈને આવતા હતા પરંતુ હું તેમને યોગના ફાયદા જણાવીને સમજાવતી હતી. માત્ર ઝૈનબ જ નહીં, વડોદરા શહેરમાં પાછલા ૩ વર્ષથી ૪૯ વર્ષીય સકિના ટીનવાલા પણ યોગ કોચિંગ સેન્ટર ચલાવે છે. શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા સકિના જણાવે છે કે, ઓમકાર સાથે અમારા યોગ સેશનની શરુઆત થાય છે અને પછી પ્રાર્થના કરવામાં આવે છે. યોગ તમને માત્ર ફિટ નથી કરતા, તેનાથી શરીર અને મનનું સંતુલન જળવાય છે. માટે સેશન પહેલા પ્રાર્થના કરવી જરૂરી છે. મેં નવ વર્ષ પહેલા મારી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે યોગ કરવાની શરુઆત કરી હતી. યોગ નિકેતનમાં પાંચ મહિના સુધી તાલીમ મેળવ્યા પછી મારા સ્વાસ્થ્યમાં સુધારો નોંધાયો હતો. ત્યારપછી મેં એડવાન્સ લેવલનો પ્રોફેશનલ કોર્સ કર્યો અને હવે અન્ય લોકો સુધી યોગના ફાયદા પહોંચાડી રહી છું. મારો ધ્યેય સમાજની મહિલાઓ અને વૃદ્ધોને આ પરંપરાગત ભારતીય પદ્ધતિ વિશે શિક્ષિત કરવાનો છે જેથી તે સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરી શકે. સમિના ચશ્માવાલાએ જ્યારે યોગા ક્લાસિસની શરુઆત કરી ત્યારે તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

Related posts

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ખાસ મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો

aapnugujarat

PSI આપઘાત કેસમાં ફરિયાદ દાખલ કરી દેવાઈ

aapnugujarat

પદ્માવત ફિલ્મની રિલિઝ માટેની રિટ અરજીને આખરે પાછી ખેંચાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1