Aapnu Gujarat
રમતગમત

એશિઝ શ્રેણી ૮ ડિસેમ્બરથી શરૂ થશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી બહુચર્ચિત એશિઝ શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. એશિઝ શ્રેણી ૮ ડિસેમ્બરથી શરૂ થશે . પ્રથમ મેચ બ્રિસ્બેનનાં ગાબા મેદાન પર રમાશે. આ સિવાય ૨૬ વર્ષમાં પહેલી વાર સિડનીને બદલે પર્થમાં ફાઈનલ મેચ રમવામાં આવશે. આ વખતે શ્રેણીની ચોથી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર થશે જ્યારે ફાઈનલ મેચ પર્થમાં યોજાશે.એશિઝ શ્રેણી પર્થ, બ્રિસ્બેન, એડિલેડ, મેલબોર્ન અને સિડનીમાં રમવામાં આવશે. અફઘાનિસ્તાનની ટીમ એશિઝ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ કરશે. ૨૭ નવેમ્બરથી બંને ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમવામાં આવશે. અફઘાનિસ્તાનને ટેસ્ટનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષના અંતમાં યોજાનારી એશિઝ શ્રેણીમાં પ્રેક્ષકો મેદાન આવશે. જાેકે બોર્ડે આગ્રહ કર્યો હતો કે તેઓ અન્ય દેશોમાંથી આવતા સમર્થકોના ર્નિણય અંગે સરકારની સલાહનું પાલન કરશે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટના સીઈઓ નિક હોકલેએ કહ્યું કે, અમે એશિઝ શ્રેણીની યજમાની કરવાને લઇને ઉત્સાહિત છીએ. ગયા વખતની એશિઝ શ્રેણીએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને મને આશા છે કે આ વખતે પણ આવું જ થશે. આ સમય દરમિયાન, અમે ટીમોની મુસાફરી અને અન્ય તમામ બાબતો માટે સરકારના નિયમોનું પાલન કરીશું. ‘ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ અને એશિઝ શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે નવ ટી -૨૦ અને વનડે મેચ રમશે. કાંગારૂ ટીમ ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે અને એક ટી ૨૦ મેચ રમશે જ્યારે તેમને શ્રીલંકા સામે પાંચ ટી -૨૦ મેચની શ્રેણી રમવાની છે.

Related posts

Indian tennis player Sumit Nagal receives direct entry into US Open singles

editor

બેન સ્ટોક્સ યુએઈ પહોંચ્યો પણ ટીમ સાથે નહીં જોડાઈ શકે

editor

फवाद आलम को मिलना चाहिए दूसरा मौका : रमीज राजा

editor

Leave a Comment

UA-96247877-1