Aapnu Gujarat
શિક્ષણ

નીટ-પીજી પરીક્ષા ૪ મહિના માટે સ્થગિત કરવા સુચના

કોરોનાના વધતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-૧૯ સામે લડવા માટે સ્વાસ્થ્યકર્મીઓની ઉપલબ્ધ વધારવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ હેઠળ એનઈઈટી-પીજી પરીક્ષાને ઓછામાં ઓછા ચાર મહિના માટે સ્થગિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
પીએમઓ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે એમબીબીએસ અંતિમ વર્ષના છાત્રોને ફેકલ્ટીની દેખરેખમાં ટેલીકંસ્લટેસન અને હળવા કોવિડ કેસ પર નજર રાખવા માટે ઉપયોગ કરી શકાય છે. સીનિયર ડોક્ટર્સ અને નર્સોની દેખરેખમાં બીએસસી-જીએનએમની યોગ્ય નર્સોનો પૂર્ણકાલિન કોવિડ નર્સિંગમાં ઉપયોગ કરવામાં આવશે.
પીએમઓએ કહ્યું કે, તે ચિકિત્સાકર્મી જેણે કોવિડ ડ્યૂટીમાં ૧૦૦ દિવસ પૂરા કરી લીધા છે તેને પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવશે.
આ સાથે કોવિડ ડ્યૂટી પર ૧૦૦ દિવસ પૂરા કરનાર સ્વાસ્થ્યકર્મીઓને નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મેડિકલ ઇન્ટર્ન પોતાના ફેકલ્ટીની દેખરેખમાં કોવિડ મેનેજમેન્ટ ડ્યૂટી પર તૈનાત કરવામાં આવશે.

Related posts

રાજયની ગેરકાયદે શાળા સામે કાર્યવાહી કરવા બોર્ડનો આદેશ

aapnugujarat

જેઈઈ : આઈઆઈટી કાઉન્સિલિંગ- એડમિશન પર સુપ્રીમની બ્રેક

aapnugujarat

IITમાં વિદ્યાર્થીનીઓ માટે ૨૦૧૮થી ૧૪ ટકા ક્વોટા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1