Aapnu Gujarat
રાષ્ટ્રીય

મમતાની વ્હીલચેર પીએમ મોદીની ૨૦ સભાઓ પર ભારે પડી

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સત્તા મેળવવાની હેટ્રિક તરફ જઈ રહ્યા છે.મમતા બેનરજીની પાર્ટી હાલમાં ૨૦૯ કરતા વધારે બેઠકો પર વિજય નિશ્ચિત દેખાઇ રહ્યો છે.
બંગાળમાં મમતા બેનરજીની વ્હીલચેર પીએમ મોદીની ૨૦ રેલીઓ પર ભારે પડી ગઈ છે તેવુ પરિણામો દર્શાવી રહ્યા છે.મમતા બેનરજીને ચૂંટણી પ્રચાર દરમિયાન પગમાં થયેલી ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.એ પછી પગમાં પ્લાસ્ટર સાથે વ્હીલચેર પર બેસીને મમતાએ મોટાભાગનો ચૂંટણી પ્રચાર કર્યો હતો.એવુ લાગે છે કે, મમતા બેનરજીને લોકોની જબરદસ્ત સહાનૂભુતિ મળી છે.
ડોકટરોએ તો તેમને પગમાં પ્લાસ્ટર હોવાથી આરામની સલાહ આપી હતી પણ મમતા બેનરજીએ રેલીઓ અને સભાઓ ગજવવાનુ ચાલુ રાખ્યુ હતુ.આ દરમિયાન તેઓ વ્હીલચેરમાં બેસીને જ લોકોને સંબોધન કરતા નજરે પડ્યા હતા.બંગાળમાં પણ ટીએમસીના ચૂંટણી પ્રચારમાં ઠેર ઠેર મમતા બેનરજીના વ્હીલચેર પર બેઠેલા પોસ્ટરો જ જોવા મળી રહ્યા હતા. ભાજપે તો મમતા બેનરજીના વ્હીલચેર પર સભા સંબોધવાને નાટક ગણાવ્યુ હતુ, કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે, મમતાએ ટીએમસીની હાર સામે જોઈને આ પ્રકારનુ નાટક રચ્યુ છે.આ બધુ સહાનૂભૂતિ મેળવવા માટે છે. જોકે મમતા બેનરજી અડગ રહ્યા હતા અને એવુ લાગે છે કે, તેઓ લોકોની સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યા છે.

Related posts

Yogi cabinet Expansion : 23 MLAs take oath as Ministers in UP Govt

aapnugujarat

શિકાગો પરિષદમાં સીએએ-માનવાધિકારોને લઇ ભારતની ટીકા કરતો પ્રસ્તાવ ફગાવાયો

editor

નેશનલ હેરાલ્ડ કેસ : ચોથીએ અંતિમ દલીલો પર સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1