Aapnu Gujarat
રાષ્ટ્રીય

સ્થિતિ આઉટ ઑફ કંટ્રોલ છતાં સરકારે વૈજ્ઞાનિકોનું ના માન્યું : રાહુલ

દેશમાં વધતા કોરોના સંક્રમણ માટે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે મહામારીને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં નથી ઉઠાવ્યા અને જે પણ ચેતવણી આપવામાં આવી, તેને નજરઅંદાજ કરવામાં આવી. રાહુલ ગાંધીએ આ વાતો એક ઇન્ટરવ્યૂમાં કહી. રાહુલે કહ્યું કે, ભારતમાં જે રીતે કોરોનાએ પોતાનો પ્રકોપ બતાવ્યો છે, તેણે આખી દુનિયાને હલાવી દીધી છે. દેશમાં દરેક જગ્યાએ લાઇનો લાગી છે. ક્યાંક ઑક્સિજન માટે, તો ક્યાંક દવાઓ માટે અને ક્યાંક બેડ માટે. એટલા સુધી કે સ્મશાનની બહાર પણ લાઇનો લાગી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મહામારીને લઇને જે પણ પહેલા ચેતવણી આપવામાં આવી, સરકારે તેને નજરઅંદાજ કરી. કોરોનાની બીજી લહેર પર રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ લહેર નથી, સુનામી છે, જેણે બધું જ તબાહ કરી દીધું. દરેક જગ્યાએ ક્યારેય ના ખત્મ થનારી લાઇનો છે. હૉસ્પિટલોની બહાર બેડ માટે લાઇનો લાગી છે અને હવે સ્મશાન ઘાટની બહાર પણ લાઇનો લાગી છે.” તેમણે કહ્યું કે, “કોરોના સામે લડવા માટે આપણી પાસે તમામ ચીજોની તંગી છે. રાજધાનીની સૌથી સારી હૉસ્પિટલ પણ ઝડપથી ભરાઈ રહી છે. દેશના ડૉક્ટરો ઑક્સિજનની ડિમાન્ડ કરી રહ્યા છે.”
તેમણે કહ્યું કે, “ડૉક્ટરો ઑક્સિજન માટે અદાલતોમાં અરજી કરી રહ્યા છે. આપણા હેલ્થવર્કર્સ પોતાની આંખો સામે દર્દીઓને મરતા જોઇ રહ્યા છે. તેઓ લોકોનો જીવ બચાવવામાં અસમર્થ છે. હવે ભારત કોરોના વાયરસનું એપિસેન્ટર બની ગયું છે. ભારતની સ્થિતિ જોઇને દુનિયા હલી ગઈ છે.” તેમણે આગળ કહ્યું કે, “આવું નહોતુ થવું જોઇથુ. અનેકવાર ચેતવણી આપવામાં આવી. વૈજ્ઞાનિકોએ અનેકવાર સરકારને ચેતવી, પરંતુ સરકારે તેને નજરઅંદાજ કરી. આપણે વધારે સારી તૈયારી કરવી જોઇતી હતી અને આવું આપણે કરી શકતા હતા. અને હવે સરકાર ક્યાં છે? આ તમામથી તે સંપૂર્ણ રીતે ગાયબ છે. તેઓ પ્રધાનમંત્રીની છબિ બચાવવામાં અને બીજાઓ પર દોષ લગાવવામાં લાગી છે. આજકાલ એક નવો શબ્દ ચર્ચામાં છે કે સિસ્ટમ ફેલ થઈ ગઈ. આ સિસ્ટમ કોણ છે? સિસ્ટમ કોણ ચલાવે છે? આ ફક્ત જવાબદારીઓથી ભાગવાની એક ચાલ છે.
તેમણે કહ્યું કે, “અમે હેલ્થ ઇમરજન્સી માંથી પસાર થઈ રહી છે. આ સરકાર સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે આ પહેલા જાહેરાત કરે છે અને પછી તેનાથી ફરી જાય છે. હવે સ્થિતિ સંપૂર્ણ રીતે આઉટ ઑફ કંટ્રોલ થઈ ગઈ છે. તેમણે હવે દડો રાજ્યો તરફ ફેંક્યો છે. તેમણે ખરેખર રાજ્યો અને લોકોને આત્મનિર્ભર બનાવી દીધા છે.” તેમણે રાજ્યો અને કેન્દ્ર માટે રસીના અલગ અલગ ભાવો પર પ્રશ્ન ઉઠાવ્યો છે. રાહુલે કહ્યું કે, ૨૦૨૦માં મહામારી શરૂ થયા બાદથી હું સરકારને વારંવાર ચેતવણી આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેમણે મારી મજાક ઉડાવી.

Related posts

દેશમાં કોરોનાથી દર મિનિટે ૨નાં મોત, પ્રતિ સેકન્ડે ૪ લોકો સંક્રમિત

editor

સલામતી જાેખમમાં હોવાનું જણાવી ગમે ત્યારે કોઈની અટકાયત કરી ન શકાય : સુપ્રીમ

editor

PM मोदी-अमित शाह को ‘जय हिंद’ लिखे 20 लाख कार्ड भेजेंगी ममता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1