Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેરાલામાં ભાજપને ફરી નિષ્ફળતા, ખાતુ પણ ન ખુલ્યું

જે હાલત કોંગ્રેસની પશ્ચિમ બંગાળમાં છે એ જ સ્થિતિ ભાજપની કેરાલામાં પણ જોવા મળી રહી છે.ભાજપનુ આ વખતે કેરાલા ચૂંટણીમાં ખાતુ પણ ખુલે તેમ લાગતુ નથી. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે તો કેરાલામાં ડાબેરી પક્ષોનુ ગઠબંધન ફરી સત્તા મેળવે તેમ લાગી રહ્યુ છે.લેફટ પાર્ટીનુ જોડાણ ૯૬ બેઠકો પર અને કોંગ્રેસ તથા મુસ્લિમ લીગનુ જોડાણ ૩૯ બેઠકો પર આગળ છે.આમ કોંગ્રેસની અહીંયા સત્તા મેળવવાની આશા ધૂળમાં મળી ગઈ છે પણ ભાજપનો કેરાલામાં પગપેસારો કરવાની ઈચ્છા પણ પૂરી થાય તેમ લાગતુ નથી.
આ વખતે ભાજપે મેટ્રો મેન ઈ.શ્રીધરનને પ્રોજેકટ કર્યા હતા.જોકે કેરાલાના મતદારો ભાજપ પર રીઝાયા હોય તેમ લાગતુ નથી.કારણકે ૧૪૦ બેઠકોનો ટ્રેન્ડ જાહેર થઈ ચુકયો છે પણ અત્યાર સુધીમાં એક પણ બેઠક પર ભાજપ આગળ નથી.આમ આ વખતે ભાજપનુ અહીંયા ખાતુ ખુલે તેવી શક્યતાઓ ઓછી છે.
ભાજપે કેરાલામાં પોતાનુ વર્ચસ્વ વધે તે માટે પ્રયત્નો કર્યા હતા.ભાજપના દિગ્ગજ નેતાઓએ કેરાલામાં રેલી પણ કરી હતી.જોકે ફરી વખત દક્ષિણના આ રાજ્યમાં ભાજપને નિષ્ફળતા જ હાથ લાગી છે.

Related posts

મિઝોરમ અને મધ્યપ્રદેશમાં આજે મતદાન

aapnugujarat

મહિલા અનામત બિલને પસાર કરવા સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી અપીલ કરી

aapnugujarat

જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા સેનાના જવાનોને આખરે મળશે બૂલેટપ્રૂફ હેલમેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1