Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : મારે મારાં સમાજ માટે મરવું છે

મારે મારાં સમાજ માટે મરવું છે
સમજૂતી કરવા બાબતમાં ભારે દબાણ નાખવામાં આવ્યું અને પછી મેં સમજૂતી કરી અને સંયુક્ત મતદાર સંઘ મેં સ્વીકારી લીધો. પરંતુ સમજૂતીમાં મળેલી અનામત ૧૫ જગ્યાને બદલે ૧૬ જગ્યા તેમણે કરી નહીં. ઊલટાનું ચૂંટણીના સમયે મારી વ્યવસ્થામાંથી ભાગ પડાવી ઓછી જગ્યા કરાવી. પરંતુ અસ્પૃશ્યો માટે રહેલી જગ્યાઓ માટે અસ્પૃશ્યોને ચૂંટીને લાવ્યા નહીં અને આ માટે જ મુસલમાનોને કૉંગ્રેસનો વિશ્વાસ નથી બેસતો.
આ કૉંગ્રેસનું પાપ છે. તેમણે મંત્રીમંડળના અલ્પસંખ્યકોનો સમાવેશ કર્યો નથી. તેમણે અમારા વિરોધમાં ઉમેદવારો ઊભા રાખીને ચૌદ જણાને ચૂંટની લાવ્યા, પરંતુ તેમાંથી નામમાત્રનો કહેવા પૂરતોય એક પણ અસ્પૃશ્યને મંત્રીમંડળમાં સામેલ કર્યો નહીં. આવું કેમ કર્યું ? તો કહે, ‘નાલાયક છે.’ તો પછી તમે નાલાયકોને કેમ ચૂંટાઈ લાવો છો ? મારે કાંઈ મંત્રી બનવું નથી અને તેની મને ઈચ્છાયે નથી. મારે મારા સમાજ માટે મરવું છે. અલ્પસંખ્યકોને મંત્રીમંડળમાં લેવામાં આવે એ માટે મેં જ ગવર્નરને સૂચન કર્યું હતું. એનું કારણ એ જ છે કે જેના હાથમાં અધિકાર હોય છે તે જ સત્તાધીશ, કલેક્ટર-મામલતદાર વગેરે મંત્રીમંડળના કાગળો – ચિઠ્ઠીઓને ક્યાં ધ્યાનમાં લે છે ? એટલે અમારી લડાઈ અધિકાર માટેની છે. મુસલમાનોના મંત્રીમંડળ જ્યાં છે એ પ્રાંતોમાં માત્ર મુસલમાન સભ્યોની સંખ્યા વધારે હોવા છતાં તેમણે મિશ્ર મંત્રીમંડળ બનાવ્યાં અને તે યોગ્ય પણ છે જ. બંગાળના મંત્રીમંડળમાં બે અસ્પૃશ્ય દિવાન છે, આસામમાં એક અસ્પૃશ્ય દિવાન છે અને પંજાબમાં બે પાર્લામેન્ટરી સેક્રેટરી છે, કારણ કે દિવાનપણાની જવાબદારી લેવા કોઈ જ તૈયાર નહીં હોવાથી તેમણે બે પાર્લામેન્ટરી સેક્રેટરીની નિમણૂંક કરી છે. સિંધ બાબતમાં તો વિચારવા જેવું છે જ નહીં, કારણ કે અસ્પૃશ્યોની સંખ્યા છે જ નહીં. આ બધાનું જોઈને કૉંગ્રેસવાળાઓને લાજ આવવી જોઈતી હતી. નાલાયકોનાં રાજીનામાં લઈને, તમે લાયક વ્યક્તિને ચૂંટીને કેમ લાવ્યા નહીં ? અમે કાંઈ તેમને રોક્યા નહોતા, કે કોઈ રૂકાવટ કરી નહોતી. કૉંગ્રેસના પ્રતિજ્ઞાપત્ર પર સહી કર્યા સિવાય કોઈનેય મંત્રીમંડળમાં લેવા નહીં, આવો નિયમ છે તો પછી આસામમાં પ્રતિજ્ઞાપત્રમાં સહી કર્યા સિવાય મંત્રી કેમ લેવામાં આવ્યા ? આ તો નરી લુચ્ચાઈ નથી શું ? અમારી વ્યક્તિને અધિકાર મળવો જોઈએ તેના માટે હું લડું છું. તમારા માટે સ્વરાજ્ય અને એ અમારા ઉપર રાજ્ય, એવું મારે નથી જોઈતું.
(બેલગાંવ જિલ્લામાં સ્વતંત્ર મજૂર પક્ષની પરિષદ બેલગાંવ ખાતે તા.૨૬-૧૨-૧૯૩૯ના રોજ ભરાઈ હતી. તેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલ ભાષણ ‘જનતા’ સાપ્તાહિકના તા.૬-૧-૧૯૪૦ના અંકમાં સાભાર)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

મિત્રતા એટલે શું ?

aapnugujarat

જેરુસલેમના મુદ્દે અમેરિકા એકલું પડી ગયું

aapnugujarat

મોદી સરકારમાં હિંમત હોય તો ઝાકિર નાઈકને ભારત લાવીને બતાવે…!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1