Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વિશ્વમાં સંક્રમિત લોકોની સંખ્યા ૧૫ કરોડને પાર

વિશ્વમાં કોરોનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૧૫ કરોડને પાર થઈ ગઈ છે. અત્યારસુધીમાં ૧૫.૦૨ કરોડથી વધુ લોકોને કોરોનાવાયરસથી સંક્રમણ લાગ્યું છે, જેમાંથી ૩૧.૬૩ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૧૨.૮૨ લાખ લોકો સાજા થયા છે. હાલમાં ૧.૯૩ કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે, તેમાંથી ૧.૯૨ કરોડ લોકોમાં કોરોનાનાં હળવાં લક્ષણો છે અને ૧.૧૦ લાખ લોકોની હાલત નાજુક છે.
બીજી તરફ, કોરોનાવાયરસનો ઇન્ડિયન સ્ટ્રેન વિશ્વના ૧૭ દેશમાં પહોંચી ચૂક્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ઉર્ૐં)એ અહેવાલ આપ્યો છે કે ગયા અઠવાડિયે વિશ્વમાં કોરોનાના ૫૭ લાખ કેસ નોંધાયા છે. આ આંકડો પ્રથમ પીક કરતાં વધુ છે. ઇન્ડિયન સ્ટ્રેન અથવા મ્.૧.૬૧૭ સ્ટ્રેન (ડબલ મ્યૂટેશન વેરિયેન્ટ)ને કારણે ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ઉર્ૐં એને વેરિયેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (ર્ફૈંં) જાહેર કર્યો છે.
વિશ્વમાં ૮ લાખ ૮૫ હજાર ૬૦૪ પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી હતી અને ૧૫,૨૮૪ લોકો મૃત્યુ પામ્યા હતા. નવા કેસોના આંકડા વિશે વાત કરીએ તો સોમવારે દુનિયાભરમાં નોંધાયેલા કેસમાંથી ૪૨% કેસ માત્ર ભારતમાં મળ્યા. અહીં ૩ લાખ ૭૯ હજાર ૪૫૯ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી.
બ્રિટનના આરોગ્યમંત્રી મેટ હનૂકે બુધવારે સાંજે સ્પષ્ટ કર્યું હતું કે તેમના દેશમાં કોવિડ-૧૯ વેક્સિનનો ઓવર સ્ટોક નથી. તેમના જણાવ્યા મુજબ, બ્રિટન પાસે એની જરૂરિયાત પૂરતી જ વેક્સિન છે, એને એક્સેસ સ્ટોક કહેવો જોઈએ નહીં. આ જ કારણ છે કે અમે ભારતને વેક્સિન આપી શકીશું નહીં. આ સિવાય વેન્ટિલેટર અને અન્ય જરૂરી મેડિકલ સાધનો નવી દિલ્હી મોકલવામાં આવી રહ્યાં છે.
હનૂકે કહ્યું હતું કે હવે બ્રિટનમાં વેન્ટિલેટરની જરૂર નથી, તેથી હવે તેમને ભારત મોકલવામાં આવી રહ્યાં છે. ભારતની પાસે પોતાની વેક્સિન છે, જે બ્રિટિશ ટેકનોલોજી પર આધારિત છે. આ એક મોટી સફળતા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વિશ્વના કોઈપણ સંગઠન કરતાં વધુ વેક્સિન ઉત્પન્ન કરે છે.
ફિજીમાં કોરાના ઇન્ડિયન સ્ટ્રેન મળ્યા બાદ અફરાતફરી મચી ગઇ છે. મહામારીની ચેન તોડવા માટે એની રાજધાની સુવામાં ગઇકાલથી ૧૪ દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતુ. એ એક દિવસ પછી ઇન્ડિયન સ્ટ્રેનની પુષ્ટિ થયા પછી આરોગ્ય વિભાગ ચિંતિત છે. તેને ડર છે કે ઇન્ડિયન સ્ટ્રેન મળ્યા બાદ દેશમાં કોરોનાના કેસોની સુનામી ન આવી જાય.
ફિજીની આરોગ્ય અને મેડિકલ સેવાઓના કાયમી જેમ્સ ફોંગે જણાવ્યું હતું કે મંગળવારે દેશમાં કોરોનાના ઇન્ડિયન સ્ટ્રેનના ૬ કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે જે રીતે ભારતમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, અમે એને જોઈને ભયભીત છીએ.

Related posts

अब महिलाओं को विदेश जाने के लिए नहीं लेनी होगी पुरुषों की अनुमति : सऊदी अरब

aapnugujarat

इजराइल : स्पीकर ने किया संसद भंग, 2 साल में चौथा चुनाव

editor

વડાપ્રધાન મોદીનાં આમંત્રણ પર ટ્રમ્પની દીકરી ઈવાન્કા ભારત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1