Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વડાપ્રધાન મોદીનાં આમંત્રણ પર ટ્રમ્પની દીકરી ઈવાન્કા ભારત આવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ નવેમ્બરમાં ભારત આવશે. ઇવાન્કા નવેમ્બરના અંતમાં હૈદરાબાદમાં આવશે. હૈદરાબાદમાં યોજાનાર ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટ (જીઈએસ)માં તે હાજરી આપશે, જેમાં પીએમ મોદી પણ સામેલ થશે.  ભારતમાં આઠમીવાર આ જીએસઈ સંમેલન યોજાવા જઈ રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી જૂનમાં અમેરિકા ગયા હતા. ત્યારે તેમણે ઇવાન્કાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ વ્હાઈટ હાઉસમાં ઇવાન્કાને આમંત્રણ આપ્યું હતું, જેના જવાબમાં ઇવાન્કાએ ટિ્‌વટ કરી હતી અને પીએમ મોદીને ભારત બોલાવવા માટે અભિનંદન આપ્યા હતા.
આ સમિટ ૨૮ નવેમ્બરના રોજ હૈદરાબાદમાં થશે. જીઈએસની શરૂઆત ૨૦૧૦માં થઈ હતી. પહેલીવાર તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની અધ્યક્ષતામાં વોશિંગ્ટન ડીસીમાં સમિટ થઈ હતી. આ વખતે આયોજિત થનાર જીઈએસ તેનું આઠમું સંસ્કરણ છે અને ભારત પહેલીવાર તેને હોસ્ટ કરવાનું છે. આ પહેલા અમેરિકા, તુર્કી, સંયુક્ત અરબ અમીરાત, મલેશિયા, મોરક્કો અને કેન્યામાં તેનું આયોજન થઈ ચૂક્યું છે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીના બુલાવા પર ભારત આવવાની છે. ઇવાન્કા ભારતમાં થનાર ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટ (જીઈએસ)માં અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

Related posts

‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર કરનારાઓ પર તાલિબાનનો ગોળીબાર

editor

Prez Trump nominates Mark Esper as US Secretary of Defense : White House

aapnugujarat

બ્રિટનમાં લોકડાઉન પૂર્ણ થવાના આરે

editor

Leave a Comment

UA-96247877-1