Aapnu Gujarat
રાષ્ટ્રીય

એલપીજી બુકિંગના નિયમોમાં થશે ફેરફાર

એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગને લઈને ગત વર્ષે ૧ નવેમ્બર ૨૦૨૦થી કેટલાક ફેરફાર લાગુ થયા હતા. જેમા ગેસ સિલિન્ડરના બુકિંગ માટેર્ ં્‌ઁ બેસ્ડ કરવામાં આવ્યું હતું. જેનાથી બુકિંગ સિસ્ટમ વધુ સુરક્ષિત અને સારી થઈ શકે. હવે એકવાર ફરીથી એલપીજી બુકિંગ અને ડિલિવરી સિસ્ટમને વધુ સરળ બનાવવાની તૈયારી થઈ રહી છે.
સરકાર અને ઓઈલ કંપનીઓ એ વાત પર વિચાર કરી રહી છે કે ગ્રાહકો માટે એલપીજી ગેસ બુકિંગ અને રિફિલની આખી પ્રક્રિયા કેવી રીતે સરળ અને તેજ કરવામાં આવે. સૂત્રોના હવાલે માહિતી મળી છે કે ગત વર્ષે જ્યારે એલપીજી ના નવા નિયમો પર ચર્ચા થઈ રહી હતી ત્યારે એ વાત ઉપર પણ વિચાર કરવામાં આવ્યો કે એલપીજી રિફિલ માટે ગ્રાહકો ફક્ત પોતાની જ ગેસ એજન્સી પર નિર્ભર ન રહે. તેની નજીક જે પણ બીજી ગેસ એજન્સી હોય તેના દ્વારા તેઓ એલપીજી સિલિન્ડર રિફિલ કરાવી લે. સરકાર અને ઓઈલ કંપનીઓ આ માટે એક ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ તૈયાર કરશે.
અનેકવાર ગ્રાહકોએ પોતાની જ ગેસ એજન્સીથી બુકિંગ બાદ રિફિલ માટે લાંબી રાહ જોવી પડે છે કારણ કે ગ્રાહકોની ગેસ એજન્સી તેના ઘરની નજીક ન હોઈ કોઈ અન્ય વિસ્તારમાં હોય છે. જ્યાંથી ડિલિવરી મળવામાં મોડું થાય તે સ્વાભાવિક છે. હવે એ વાત પર વિચાર થઈ રહ્યો છે કે ગ્રાહકની ગેસ એજન્સી કોઈ પણ હોય, તે રિફિલ કોઈ પણ ગેસ એજન્સી પાસે કરાવી શકે છે. ઈન્ડિયન ઓઈલ ર્(ૈંંઝ્ર), ભારત પેટ્રોલિયમ(મ્ઁઝ્રન્) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ(ૐઁઝ્રન્) ત્રણ કંપનીઓ મળીને એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. સરકારે ઓઈલ કંપનીઓને આ અંગે નિર્દેશ પણ બહાર પાડ્યા છે.
આ ઉપરાંત હવે તમે ૫ કિલોવાળા છોટુ સિલિન્ડર કેનેક્શન માટે એડ્રસ પ્રુફની જરૂર નહીં પડે. આ નાના ગેસ સિલિન્ડરનો ફાયદો એવા લોકોને મળશે જે પ્રવાસી છે. તેમને આ માટે એડ્રસ પ્રુફની વ્યવસ્થા કરવી ખુબ મુશ્કેલ રહે છે. આવામાં આ સિસ્ટમ તેમના માટે સુવિધાજનક સાબિત થશે. આ નાના સિલિન્ડરને દેશભરના કોઈ પણ પોઈન્ટ ઓફ સેલ કે ડિસ્ટ્રિબ્યુટરશિપ લોકેશનથી રિફિલ કરાવી શકાય છે. જેનો અર્થ એ થયો કે તેને પેટ્રોલ પંપ પરથી પણ લઈ શકાય છે.

Related posts

આરૂષિ કેસમાં હેમરાજની વિધવા દ્વારા કરાયેલી અરજી સુપ્રીમે સ્વીકારી

aapnugujarat

પાટણ જિલ્લામાં સ્વાઇન ફ્લુના ૬ પોઝિટિવ કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

aapnugujarat

LOC पर दो आतंकी ढेर

editor

Leave a Comment

UA-96247877-1